ચોરી:નાનીચંદુરમાં મોમાઈ માતાના મંદિરમાં રૂ.72,000ની ચોરી

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો માતાના ચાંદીના 26 છત્તરો અને 4 સાંઢળીઓ ચોરી ગયા

સમી તાલુકાના નાનીચંદુર ગામે આવેલા મોમાઈ માતાના મંદિરમાં તસ્કરોએ દરવાજાના તાળા તોડી માતાજીના ચાંદીના 23 છત્તર અને 4 સાંઢળી સહિત કુલ રૂ 72,000ની માતાની ચોરી કરી ગયા હતા. નાનીચંદુર ગામે મોમાઈ માતાના મંદિરમાં રવિવારે રાત્રે તસ્કરો દરવાજાના તાળાં તોડી અંદર ઘૂસી મંદિરમાંથી ચાંદીના 1 કિલો 500 ગ્રામ વજનના રૂ60,000ના મોટા ત્રણ છત્તરો, ચાંદીના નાના 23 છત્તરો અને ચાંદીની નાની 4 સાંઢળીઓ મળી કુલ રૂ72000ની ચોરી કરી ગયા હતા.

સોમવારે સવારે મંદિરના પુજારી વિક્રમગીરી લાભુગીરી ગૌસ્વામીને જાણ થતા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.આ અંગે સમી પોલીસ મથકે વિક્રમગીરી ગોસ્વામી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...