રાધનપુરના કમાલપુર (સાતુન) ગામના વાડામાં પાર્ક કરેલ ટ્રેકટરની રાત્રે કોઇ અજાણ્યા તસ્કરોઅે ચોરી કરી ગયા હતા. અા અંગે ખેડૂતે રાધનપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે.
રાધનપુર તાલુકાના કમાલપુર (સાતુન) ગામે રહેતા જશાભાઇ ઝેણાભાઇ રાવળે તેમનુ ટ્રેકટર જીજે 12 બી 2475 તેમના ગામાના વાડામાં પાર્ક કર્યુ હતુ આ દરમ્યાન રાત્રીના સમયે કોઇ અજાણ્યા તસ્કરો તેની ચોરી કરી ગયા હતા. સવારે ખેડૂતને ટ્રેકટર ન દેખાતા આસપાસ તપાસ કરી હતી પરંતુ ટ્રેકટર ક્યાંય ન દેખાતા ટ્રેકટર ચોરાયાનુ માલુમ થયુ હતુ. અા અંગે ખેડુત જશાભાઇઅે રાધનપુર પોલીસ મથકે ટ્રેકટર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પીઅેસઅાઇ બી.જે.સોઢા ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.