તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મેસર અને હૈદરપુરા સીમમાં ચાર વીજ ડીપીમાંથી 412 લિટર ઓઇલની ચોરી

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંગરાલ નાયબ ઇજનેરે વાગડોદ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી

સરસ્વતી તાલુકાના મેસર ગામના પટેલ વિરાભાઇ કરશનભાઇના પાણીના બોરના થ્રી ફેજ વિજ કનેકશનમાંથી કોઇ તસ્કરો બુશીંગ ખોલી ટીસીનુ અોઇલ ચોરી જતાં વિજ કર્મચારીઅે તપાસ કરતા તેમાંથી 150 લીટર અોઇલ (કિ.રૂ.9300) જણાઈ હતી.

જ્યારે હૈદરપુરા ગામના મુમન અબ્બાસભાઇ રહીમભાઇ જતેમના બોરના કનેકશનમાંથી બુશીગ ખોલીને 97 લીટર અોઇલ (કિ.રૂ.6014)ની ચોરી જણાઈ હતી. હૈદરપુરા ગામના મુમન હૈદરઅલી ઇસ્માઇલભાઇના બોરના કનેકશન બુશીગ ખોલીને તેમાંથી 90 લીટર અોઇલ (કિ.રૂ.5580) ચોરી તથા હૈદરપુરાના સેલીયા મહંમદઅલી અલીમહંમદભાઇના બોરના કનેકશન બુશીગ ખોલીને તેમાંથી 75 લીટર અોઇલ (કિ.રૂ. 4650)ની ચોરી થઈ હોવાનું જણાતાં જંગરાલ વિજ કંપનીની ઓફિસે જાણ કરતા સ્થળ તપાસ કરી વાગડોદ પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...