હારિજના અડિયા ગામના 32 વર્ષિય યુવકને સાપ કરડતાં ગંભીરતાથી ના લેતા થોડા સમયમાં હાલત લથડતા 108 દ્વારા યુવકને સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત ગંભીર જણાઈ હતી.
હારિજ તાલુકાના અડિયા ગામે રજનીકાંત જગદીશભાઈ મકવાણા એક દિવસ અગાઉ સાપ કરડ્યો હતો. પરતું તેની અસર ન દેખાતાં સાપના ડંખને ગંભીરતાથી ના લઈ કોઈ હોસ્પિટલ ગયા ના હતા. પરંતુ થોડા સમય બાદ ઝેર શરીરમાં પ્રસરતાં બીજાં દિવસે ગંભીર હાલત થવા પામી હતી. પરિવારનાં સભ્યોએ સત્વરે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા પાટણ 108ના ઇએમટી નિલેશ ચેતવાણી અને પાયલોટ જયસિહ રાજપુત ગામે પહોંચ્યા હતા.
ત્યાં દર્દીની હાલત ગંભીર હોય તેમને 108 એમ્બ્યુલન્સમાં જ ઇમરજન્સી સારવાર શરૂ કરી હતી..જેમાં ઇન્જેક્શન, ઓક્સિજન,ફલૂઇઙ તથા સર્પના ડંખને દામવા માટેના ઇન્જેકશનથી સારવાર કરી વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જેમની હાલત અત્યારે ગંભીર છે. તેવું 108 ના સૂત્રોએ જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.