તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વિસલવાસણા ગામે ઉધારીના પૈસા મુદ્દે દિવાલ સાથે યુવાનનું માથું ભટકાવ્યું

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુવાનને સારવાર અર્થે ધારપુર સિવિલ ખસેડાયો
 • ઇજાગ્રસ્તે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

પાટણ તાલુકાના વિસલવાસણા ગામે દુકાનના નામાના પૈસા ન અાપવાનુ કહીને ફાવે તેમ ગાળો બોલી દુકાનદારનો કોલર પકડી દિવાલ સાથે માથુ ભટકાવી ઇજાઅો કરી હોવાની બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વિસલવાસણા ગામે રહેતા રામસંગજી જુજારજી ઠાકોરની દુકાને તેના પિતાજી બેઠેલા હતા તે વખતે રવિવારે તેમના વિસ્તારનો નિકુલજી રમેશજી ઠાકોર ત્યાં અાવી ગાળો બોલવા લાગ્યો હતો.

જ્યાં તેને ગાળો બોલવાની ના પાડતા તે ઝઘડો કરતો હતો. તે વખતે બાજુમાંથી રામસંગજી અાવીને કહેલ કે તારી દુકાનના નામાના પૈસા નથી અાપવા તેમ કહીને કોલર પકડીને માથું દિવાલે ભટકાવતા ઇજાઅો થઇ હતી. જેને તાત્કાલીક ખાનગી વાહનની મદદથી ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. અા અંગે ઇજાગ્રસ્તે બાલીસણા પોલીસ મથકે નિકુલજી રમેશજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો