તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પ્રેમ પ્રકરણમાં ગામની બહાર મુકેલો યુવાન ભલ ગામ પરત આવતાં એક્ટિવા સળગાવ્યું

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાન તેના મિત્ર સાથે અડીયા જતો હતો ત્યાં 5 શખ્સો આવી પહોંચ્યા
  • યુવાને પાટણ તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી

પાટણ તાલુકાના ભલ ગામમાં અગાઉ પ્રેમ પકરણમાં યુવાનને ગામની બહાર મુક્યો હતો. તે યુવાનને અેકટીવા લઇને તાજેતરમાં કુણઘેર નજીક જોઇ જતાં તેને મારવા 5 શખ્સો દોડ્યા પણ યુવાન અને તેનો મિત્ર ભાગી ગયા હતાં. બાદમાં અેકટીવા ભલ ગામ લઇને સળગાવી માર્યુ હતુ. અા અંગે યુવાને પાટણ તાલુકા પોલીસ મથકે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.

ભલ ગામના દાદુજી મગનજી ઠાકોર પરણિત છે. સંતાનમાં 5 વર્ષનો દિકરો છે. તેના ગામમાં દસ માસ અગાઉ અેક છોકરી સાથે અફેર થયેલ હોઈ તેની જાણ તેના માતા-પિતાને થઇ હતી. તેનો ઠપકો આપી કુટુબના માણસોએ તેને ગામ બહાર રહેવા જણાવતાં તે મહેસાણા ખાતે રહેતો હતો.

જ્યાં દાદુજી અને ગમનજી ઠાકોર બન્ને જણા એક્ટિવા લઈ તારીખ 26/05/2021ના રોજ ભલ ગામથી અડીયા જવા નિકળ્યા હતા ત્યારે રસ્તામાં કુણઘર નજીક અેકટીવાને પંચર પડતાં દોરીને જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા 5 શખ્સોને જોઇ દાદુજી અને ગમનજી બીકના માર્યા અેકટીવા મુકી ભાગી ગયા હતા અને અંધારામાં ઝાળીમાં છુપાઇ ગયા હતા. જ્યાં અેકટીવાને ભલ ગામ લઇ જઇને અેકટીવાને સળગાવતાં બળીને ખાખ થઇ જતાં કિ.રૂ.45000ના અક્ટિવાના નુકસાનની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...