પાટણ નગરપાલિકા દ્વારા વિધાનસભા ની ચુંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા ને ધ્યાનમાં રાખીને બંધ કરાયેલ શહેરના વિકાસ કામો ની સાથે સાથે રોડ રસ્તા નાં મંજુર થયેલ કામો નો ક્રમશઃ પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે શહેરના વોર્ડ નં 11 વિસ્તારમાં આવતાં શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર તરફ જવાના ચાર રસ્તા થી નવ નિર્માણ થનાર રોડની કામગીરીનો સોમવાર ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના આગેવાનો, વિસ્તારના કોર્પોરેટરો સાથે વિસ્તારના પ્રબુધ્ધ નગરજનો ની ઉપસ્થિતિ માં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટણ નગરપાલિકા દ્વારા ઉપરોક્ત માગૅ નું કામ શરૂ કરવામાં આવતાં શ્રી પદ્મનાભ મંદિર નાં ભક્તજનો સહિત આ વિસ્તારની 25 થી વધુ સોસાયટીઓના રહિશો માં ખુશી છવાઈ જવા પામી હતી. નવીન રોડ ની કામગીરી નાં પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કામો ને વેગવંતો બનાવવા હાથ ધરાયેલા વિકાસ કામો ની સરાહના કરી હતી.
આ પ્રસંગે નગર પાલિકા બાંધકામ સમિતિના ચેરમેન શાંતિબેન નાં પતિ અને પાલિકા નાં પૂર્વ એન્જિનિયર ગિરીશભાઈ પટેલ, અજયભાઈ પરમાર, વિરેશભાઈ વ્યાસ,દિલીપભાઈ બી.દેસાઈ, જીતુભાઈ પટેલ સહિત પાલિકાના અધીકારી, કમૅચારીઓ સાથે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.