આયોજન:યુનિ.કેમ્પસમાં છાત્રો માટે સેમિનાર હોલ તેમજ નવીન શૌચાલયની કામગીરી પૂર્ણતાના આરે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.માં યોજાયેલ બેઠકમાં સુવિધાઓ તેમજ કેમ્પસમાં ચાલી રહેલા બાંધકામોની સમીક્ષા કરાઇ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં બાંધકામ વિભાગની બેઠક મળી હતી જેમાં વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે કેમ્પસમાં ચાલી રહેલા બાંધકામોની કુલપતિ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે સોમવારે કુલપતિ ડૉ.જે.જે.વોરાની અધ્યક્ષતામાં મળેલ બાંધકામ વિભાગની બેઠકમાં વર્ષ દરમિયાન કેમ્પસમાં કરવાના પરચુરણ કામોના વાર્ષિક ભાવ મંગાવા માટે ટેન્ડર કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઉપરાંત કુલપતિ તેમજ બાંધકામ કમિટી દ્વારા કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલી રહેલા વિવિધ બાંધકામોની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં વિભાગોના વધારાના બાંધકામ , ટોયલેટ બ્લોક જેવા બાંધકામોની કામગીરી ચાલી રહી જેમાં લાઈફ સાયન્સ વિભાગમાં વિદ્યાર્થીઓ માટે બની રહેલ અધતન સેમિનાર હોલ તેમજ કેમ્પસમાં વહીવટી ભવનમા બહારથી આવતા વિદ્યાર્થીઓ તેમજ અરજદાર માટે જાહેર શૌચાલયની કામગીરી પૂર્ણતાના આરે હોઇ ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થતાં તૈયાર થયેલા બન્ને બાંધકામ ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવશે.તેવું યુનિવર્સિટીના એન્જિનિયર વિપુલ સાંડેસરા એ જણાવ્યું હતું. આ બેઠકમાં રજીસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈ , સભ્ય શૈલેષ પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...