જનતા રેડ:ભાટસરમાં દેશી દારૂનું વેચાણ કરતા અન્ય ગામના અસામાજિક તત્વોને મહિલાઓએ ભગાડ્યા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓએ દેશી દારૂના જથ્થાનો નાશ કર્યો

ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના લોકો નજીકના ખેતરમાં આવી દેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ કરે છે જેને પગલે ગામની મહિલાઓએ દારૂ વેચતા કેટલાક લોકોને ખેતરમાંથી ભગાડતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે જે કામ પોલીસ તંત્રને કરવુ જોઈએ તે કામ ગામની મહિલાઓએ કરતા ચાણસ્મા પોલીસની કામગીરી ટીકાપાત્ર બની છે.

બોટાદમાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં દેશી અને વિદેશી દારૂના વેચાણ ઉપર સરકાર દ્વારા રોક લગાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ શહેર સહિત જિલ્લામાં પણ દેશી અને વિદેશી દારૂની બદીને નાથવા માટે પોલીસ કમર કસી રહી છે.તેમ છતાં કેટલાક લોકો પોલીસની આંખમાં ધૂળ નાખીને છાનેખુણે દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે ચાણસ્મા તાલુકાના ભાટસર ગામની આજુબાજુમાં આવેલા બીજા ગામના અસામાજિક લોકો દેશી દારૂનું વેચાણ કરે છે. ત્યારે ખેતરમા થઈ રહેલી ચહલ પહલ ને લઈને મહિલાઓએ બૂમાબૂમ કરતા દારૂ વેચવા આવેલા શખ્સો દેશી દારૂ ભરેલો થેલો મૂકીને નાસી ગયા હતા. ત્યારબાદ મહિલાઓએ પાણીના વહોળામાંથી પ્લાસ્ટિક ના કોથળામાંથી દેશી દારૂની પોટલીઓ કાઢી હતી. અને તે અંગેની જાણ થતા ગામના આગેવાનોને કરતા તેઓ ખેતરમાં દોડી આવ્યા હતા અને દેશી દારૂનો નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...