તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉશ્કેરાટ:પિયરમાં રિસામણે બેસેલી મહિલાનો પતિ સાથે રહેવા મધ્યપ્રદેશથી સામેથી સિદ્ધપુરમાં આવ્યો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી કહેતાં જ પતિએ મહિલાને માર માર્યો

સિદ્ધપુર શહેરમાં એક મહિલા સાસરિયાના ત્રાસથી રીસામણે તેના પિયર ખાતે આવીને રહેતી હતી. શનિવારે મધ્યપ્રદેશથી તેનો પતિ સિદ્ધપુર ખાતે આવી મારે તારી સાથે રહેવું છે તેમ કહ્યું હતું પણ પરણીતાએ મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી તેમ કહેતાં ઉશ્કેરાઈ જઈ મહિલાને માર મારતા મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુર શહેરમાં રહેતી પૂજાબેન કિશોરભાઈ સિંધીના લગ્ન એકાદ વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ મોહિત પ્રકાશભાઈ બગાડી (રહે. મધ્યપ્રદેશ) સાથે થયાં હતા. પણ તેઓના લગ્નજીવનમાં પતિ સાસુ-સસરા જેઠ-જેઠાણીના ત્રાસ શરૂ થતાં તેણી તેના પિયર સિદ્ધપુર મુકામે આવી રહેતી હતી. તેણીએ સિદ્ધપુર પોલીસ મથકે સાસરી પક્ષના તમામ સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી.

તેમ છતાં શનિવારે બપોરે મોહિત પ્રકાશભાઈ બગાડી વતન મધ્યપ્રદેશથી સિદ્ધપુર ખાતે આવી મારે તારી સાથે રહેવું છે તેવી ઈચ્છા જણાવી હતી પણ તેની પત્નીએ અસહમતિ દર્શાવી મારે તારી સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખવો નથી તું અહીંથી ચાલ્યો જા એમ કહેતા પતિ ઉશ્કેરાઇ જઇ માર મારવા લાગેલા ત્યારે પરિવારના સભ્યો વચ્ચે પડી છોડાવ્યા હતા. આ અંગે મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે પતિ સામે મારામારીની વધુ એક ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો