વિવાદ:ચાર માસ અગાઉની અદાવતમાં મહિલાને ચાર શખ્સો મારમાર્યો

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ તાલુકાના વામૈયા ગામનો બનાવથી ચકચાર
  • મહિલાએ સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

પાટણ તાલુકાના વામૈયા ગામે રહેતા બચીબેન રૂપાજી ઠાકોર તેમના ખેતરમાં શનિવારે બપોરે કામ કરતા હતા એ વખતે ચાર માસ પહેલા તેમના ગામના ચાર શખ્સો અગાઉની તકરારની અદાવત રાખી મહિલાને ફાવે તેમ બોલવા લાગ્યા અને ઉશ્કેરાઈ જઈ ધારીયા વડે ખભા ઉપર ઘા કરી તેમજ બરડામાં ધોકા વડે આડેધડ માર મારી મહિલા બુમાબુમ કરતા નજીકમાંથી તેની દીકરી દીકરો સહિતના લોકો આવી છોડાવી હતી.

ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે લઈ જતા ગભાના ભાગે ટાંકા આવ્યા હતા. આ અંગે ઇજાગ્રસ્ત મહિલાએ સરસ્વતી પોલીસ મથકે ઠાકોર ગાંડાજી સકુજી, ઠાકોર બીજલજી સકુજી, ઠાકોર સોનાજી કેશાજી અને ઠાકોર વસંતીબેન સોનાજી રહે.તમામ વામૈયા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...