તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:મહિલાએ ભાઈને ફોન કરી કહ્યું, ભાઈ હવે સહન નથી થતું હું આપધાત કરૂ છું: પાટણના ખાનપુરમાં સાસરીયાંના ત્રાસથી પરણિતાએ અગન પછેડી ઓઢી મોત વ્હાલું કર્યું

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • દહેજ ભૂખ્યાં સાસરીયાં વિરૂદ્ધ આત્મહત્યા અને દુબેરણનો ગુનો નોંધાયો
 • સાસરીયાં મૃતદેહ લીધા વગર ફરાર થઈ ગયા

પાટણના ખાનપુરમાં દહેજ ભૂખ્યા સાસરીયાના ત્રાસથી બે બાળકોની માતાને અગન પછેડી ઓઢીને મોતને વ્હાલું કરતાં કરૂણાંતિકા સર્જાઈ છે. પરણિતાના ભાઈની ફરીયાદને આધારે પાટણ તાલુકા પોલીસ મથકે પરણિતાના પતિ, દિયર, સાસુ - સસરા સહિત કુલ છ વ્યક્તિઓ વિરૂદ્ધ આત્મ હત્યા દુબેરણનો ગુનો નોંધાતાં સાસરીયાં ફરાર થઈ ગયા છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામની યુવતીના અગાઉ પાટણના ખાનપુર રાજકુવા ગામના વાસુભાઈ ઈશ્વરભાઈ રબારી સાથે લગ્ન થયા હતા અને તેમને બે પુત્રો પણ અવતર્યા હતા. પરંતુ સાસરીયાંને તો માત્ર દહેજ લેવામાં જ રસ હોય તેમ પરણિતા પાસેથી પિયરમાંથી રૂપિયા મંગાવવાની શરૂઆત કરી હતી જે પરણિતા ન લાવી શક્તાં અસહ્ય ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો હતો.

પરણિતા એક બે વખત પિયર પણ ચાલી ગઈ પરંતુ બે બાળકોના ભવિષ્યને જોતાં સામાજિક રીતે આગેવાનોની હાજરીમાં પરણિતાને સાસરે મોક્લી હતી પરંતુ પતિ સહિત સાસરીયાએ પરણિતા પાસે ઘરનું દેવું ભરવા રૂપિયા લઈ આવવાની માંગણી સાથે અસહ્ય ત્રાસ ગુજારતાં રવિવારે પરણિતાએ આખરે કંટાળીને પોતાના ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી દેતાં ગંભીર રીતે દાઝી જતાં તેણીનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે પરણિતાના ભાઈએ પોલીસ ફરિયાદ આપતાં પોલીસે પતિ, સાસુ, સસરા, દિયર સહિતના કુલ છ સાસરીયાં વિરૂદ્ધ દુખે રણનો તેમજ શારીરીક માનસિક ત્રાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

લાશ લેવા પણ સાસરીયાં ન આવ્યા, પિયરપક્ષે અંતિમ વિધિ કરી

પાટણ તાલુકા પોલીસ મથકના પી.આઈ. અને આ કેસના તપાસ અધિકારી જી.એચ. પઠાણે જણાવ્યું હતું કે, પરણિતાના મોતને મામલે પતિ સહિત સાસરીયાં વિરૂદ્ધ ગુનો નોંધીને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી છે. ઝડપી આરોપીઓને ઝડપી લેવામાં આવશે. જોકે પરણિતાનું મોત થતાં સાસરીયાં પોતાના ઘરની પુત્રવધુના મૃતદેહ પણ લેવા નથી આવ્યા આખરે મહિલાના પિયરપક્ષે અંતિમ વિધિ કરી હતી .

મહિલાએ ભાઈને ફોન કરી કહ્યું હવે સહન નથી થતું ભાઈ, હું હવે મરું છું
પરણિતાના સાસરીયાં રવિવારે સવારથી જ તેણીની સાથે ઝઘડો કરી ત્રાસ આપતાં પરણિતાએ આખરે કંટાળી સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામ ખાતે રહેતા ભાઈ રમેશભાઈ રબારીને ફોન કરી કહ્યું હતું કે મારા સાસરીયાં મને અસહ્ય ત્રાસ આપી રહ્યા છે હવે સહન નથી થતું ભાઈ હું હવે આપઘાત કરી રહી છું તો સામે ભાઈએ આવું પગલું ન ભરવા સમજાવવા પ્રયાસ કર્યો પણ ફોન કપાઈ ગયો અને આખરે બહેનના દાઝી જવાના અને મોતના સમાચાર સાંભળવા મળ્યા હતા પરણિતાના પિયરીયાંમાં તેણીના મોતને પગલે ભારે ગમગીની છવાઈ છે અને સાસરીયાં વિરૂદ્ધ ભારોભાર રોષ ફેલાયો છે.

કોના વિરૂદ્ધ આત્મહત્યા દુઝેરણનો ગુનો નોંધાયો
- વાસુ ઈશ્વરભાઈ રબારી
- વિરમભાઈ ઈશ્વરભાઈ રબારી
- ઈશ્વર સોમાભાઈ રબારી
- તખીબેન ઈશ્વરભાઈ રબારી
- હરપાલ ઈશ્વરભાઈ રબારી
- રમીલાબેન ઈશ્વરભાઈ રબારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો