તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પડતા ઉપર પાટુ:બનાસ નદીમાં છોડાયેલું નર્મદાનું પાણી ફરી વળતાં નાનું રણ દરિયામાં ફેરવાયું

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક તો સિઝન મોડી શરૂ થઈ, પાછુ પાણી આવતાં વધારે મોડુ થશે
 • રણમાં પાણી ફરી વળતાં રસ્તાઓ બંધ થયા, પીવાના શુદ્ધ પાણી માટેનાં ટેન્કર અટવાયાં

સાંતલપુરના કચ્છના નાના રણમાં નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવતા ઉંદરગઢા બનાસ નદી મારફતે પાણી રણમાં ફરી વળ્યું હતું. અને રણમાં મીઠાનું કામ કરતા અગરિયાઓની હાલત કફોડી બની છે. રણમાં મીઠાની સિઝન શરૂ થવાની હતી ત્યારે પણ બનાસ નદીનુ પાણી છોડવાથી મીઠાના અગરમાં પાણી આવી જતા સિઝન ખૂબ જ મોડી શરૂ થઈ હતી. તાજેતરમાં પણ પાણી રણમાં આવતા અગર ઉપર આવવા જવાના રસ્તાઓ કે જે અગરિયાઓએ જાત મજૂરી કરીને બનાવેલ છે તેમાં પણ ધોવાણ થવાથી રણમાં આવન જાવનનો રસ્તો બંધ થઈ ગયો છે. આ વિસ્તારની આજીવિકા મીઠા ઉદ્યોગને આધારિત છે. હાલમાં રસ્તાઓ બંધ થવાથી પીવાના પાણીના જે ટેન્કર રણમાં પહોચાડવામાં આવે છે તેને પણ અસર પડી છે. પાણીમાં વધારો થશે તો અગરોમાં પાણી ફરી વળવાથી મીઠા ઉદ્યોગને ભારે નુકસાન થવાની મીઠા એસોસિએશનના ભરતભાઈ રાજગોરે ભિતી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો