ઉજવણીનું આયોજન:પાટણની રાણકી વાવ ખાતે ક્રાફટ ઓફ આર્ટ દ્વારા વૉટર ફેસ્ટીવલની સંગીત સાથે ઉજવણી કરાશે

પાટણ23 દિવસ પહેલા

પાટણમાં આવેલી વિશ્વવિખ્યાત રાણકી વાવ ખાતે આગામી 19 મી નવેમ્બરની રાત્રે વોટર ફેસ્ટિવલ નો કાર્યક્રમ યોજાશે જેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી, અયાન અલી બંગશ અને આદિત્ય ગઢવી જેવા પ્રસિધ્ધ કલાકારો તથા મ્યુઝિક ગ્રુપ ઢોલ તાંશે આકર્ષક જમાવશે તો રાણકીવાવ ને રોશનીથી ઝગમગતી કરવામાં આવશે.

પાટણ વિશ્વ વિખ્યાત રાણકી વાવ સ્મારકને વર્ષ 2014 થી યુનુસકોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો એ વખતે પ્રથમ વખત ક્રાફ્ટ ઓફ આર્ટનો ઉદ્દેશ્ય સ્મારકોને લોકો સુધી લઈ જઈને સ્મારક અને વારસામાં લોકોની રુચિ પેદા થયા અને એમ જ છુપાયેલી કલા, ઐતિહાસિક સ્મારકોની ભવ્યતાને સમૃદ્ધ અને આકર્ષણનો સમન્વય કરીને રજૂ કરવાનો છે તે હેતુથી આજરોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજક દ્વારા 19 મી તારીખે યોજાનાર વોટર ફેસ્ટિવલના કાર્યક્રમ વિશે પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં આયોજક બિરવા કુરેશી એ જણાવ્યું હતું કે મનને મોહીલે તેવા સંગીતથી શ્રોતાઓના વ્યાપક સમુદાય સુધી સ્મારકની પુનઃરજૂઆતના કરવાની ભવ્ય પરંપરાને આગળ ધપાવવાના ઉદેશથી પાટણની રાણી કી વાવ ખાતે વૉટર કેસ્ટીવલનું આયોજન કરી રહ્યાં છે.

એપ્રિલમાં ક્રાકટ ઓફ આર્ટ દ્વારા ઈલોરાની વિશ્વ પ્રસિધ્ધ ગુફાઓ ખાતે અને ઓકટોબરમાં મોઢેરા સૂર્ય મંદિર ખાતે સન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાકટ ઓફ આર્ટનાં સ્થાપક અને આર્ટિસ્ટિક ડિરેકટર બિરવા કુરેશી વધુ માં જણાવ્યું હતુંકે વર્ષ 2015માં પણ રાણી કી વાવ ખાતે વૉટર ફેસ્ટીવલ યોજાયો હતો અને આ વર્ષે ફરી રાણકીવાવ ખાતે વૉટર ફેસ્ટીવલ યોજાઈ રહ્યો છે. જેનો અમને આનંદ થઈ રહ્યો છે.

રાણકી વાવના અદભૂત સ્મારક ખાતે અમે પર્ફોર્મિંગ આર્ટિસ્ટના બે અલગ અલગ સેટ થી વૉટર કેસ્ટીવલના મુખ્ય કોન્સર્ટનો પ્રારંભ થશે. પ્રથમ કાર્યક્રમમાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ભારત અને વિદેશમાં પોતાના તબલા વાદનથી લોકોને મંત્રમુગ્ધ કરનાર ઉસ્તાદ કઝલ કુરેશીની સાથે દુનિયાભરમા સુંદર સરોદવાદનથી લોકોને મુગ્ધ કરનાર અયાન અલીની જુગલબંધી રજૂ થશે. એ પછી લોક સંગીતકાર આદિત્ય ગઢવી ગીતો રજૂ કરશે તો મહારાષ્ટ્રના ઢોલ તાશે ગ્રુપનો એક વિશિષ્ઠ કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને ચોક્કસપણે મંત્રમુગ્ધ કરશે. આ પ્રસંગે પ્રસિધ્ધ ટીવી અભિનેતા માનવ ગોહિલ આ કાર્યક્રમનું સંચાલન કરશે.

અન્ય સમાચારો પણ છે...