હાલાકી:પાટણમાં માખણીયાપુરામાં પાણીનો બોર બે દિવસથી બંધ રહેતા મુશ્કેલી

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં રહીશોને પાણી મેળવવા રઝળપાટ કરવાની ફરજ પડી

પાટણ શહેરના માખણીયાપરામાં પીવાના પાણીનો બોર છેલ્લા બે દિવસથી બંધ હોઇ વિસ્તારમાં રહીશોને પીવાના પાણી મેળવવા માટે ભારે હાલાકી ભોગવી પડી રહી છે સત્વરે પાલિકા દ્વારા બંધ થયેલ બોર શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

પાટણના વોર્ડ 9 માં આવેલા માખણીયાપુરાનો પીવાના પાણી નો બોર છેલ્લા બે દિવસથી બંધ રહેતા વિસ્તારમાં પીવાનું પાણી ના આવતા પાણી માટે રહીશોને ભારે હાલાકી ભોગવી પડી હતી. સ્થાનિક મહિલાઓ દ્વારા આસપાસના ખેતરોમાં રઝળપાટ કરી પાણી મેળવવાની ફરજ પડી હતી.

પીવાના પાણીના બોર મામલે નગરપાલિકાને જાણ કરવા છતાં રીપેરીંગ ની કોઈ કામગીરી કરવામાં ન આવતા તેમજ પાણીના ટેન્કર વિસ્તારમાં મોકલવાની કોઈ વ્યવસ્થા કરવામાં ન કરાતાં વિસ્તારમાં રહીશો પાણીની સમસ્યા ને લઇ પાલિકા સામે ભારે રોષે વ્યક્ત કર્યો હતો.સત્વરે રહીશો દ્વારા બંધ પડેલા બોર શરૂ કરવા કાર્યવાહી કરવામા આવે તેવી માંગ ઉઠી છે.તેવું સ્થાનિક રહીશ જયેશ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...