મને જાણો કાર્યક્રમ:પાટણની ફતેસિંહરાવ લાયબ્રેરીમાં ‘મને જાણો’ કાર્યક્રમમાં વોશિંગ્ટન પોસ્ટનાં તંત્રી લેખની વિસ્તૃત ચર્ચા કરાઇ

પાટણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દવારા સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારધીનાં સૌજન્યથી ચાલતાં કાર્યક્રમ ‘મને જાણો’માં વિદ્વાન વકતા અશોકભાઇ ઠક્કર દ્વારા અમેરિકાનું પ્રસિધ્ધ અખબાર વોશિંગ્ટન પોસ્ટના એવોર્ડ મળ્યા છે તેવા તંત્રીલેખ ઉપર વિસ્તૃત તત્ત્વચિંતન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું તું કે, સમાચારપત્ર અને પત્રકારત્વ એ લોકપ્રિય થવા માટે નથી. તેઓએ લેખ વિશે જણાવતા અમેરિકાનાં સુપ્રસિધ્ધ કલાકાર મેસુઆ બેલની વાર્તા કહી. કલાકારનાં જીવનમાં પ્રસિધ્ધિ, સુંદરતા, લોકપ્રિયતા, કલા સંગીત સાધના, વિચારસૂઝ વિગેરે વિષય ઉપર તાત્ત્વીક પ્રકાશ પાડી શ્રોતાઓને વિચારવંત કરી દીધા હતા. આ તંત્રીલેખ દ્વારા કલાકારની કોઠાસૂઝ તથા પત્રકારત્વની ઊંચાઇ પર પ્રકાશ પાડયો હતો.

લાયબ્રેરીનાં પ્રમુખ ડો.શૈલેષ સોમપુરા દ્વારા સ્વાગત કરી લાયબ્રેરીનાં પરિવારનાં કાર્યક્રમોમાં પરિવારજનોનાં સાથ-સહકાર બદલ આનંદ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે સંયોજક નગીનભાઇ ડોડીયાએ પરિચય આપી આવા તંત્રીલેખ ઉપર સુંદર પ્રવચન આપવા બદલ અશોકભાઇને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે સુરેશભાઇ દેશમુખ, કેશવલાલ ઠક્કર, કંદર્ભભાઇ મોદી, કનુભાઇ પટેલ, નરેશભાઇ, પ્રકાશભાઇ રાવલ, વાસુભાઇ ઠક્કર, જયેશભાઇ વૈદ્ય, રોશનીબેન ઠકકર, જયમાલાબેન પંચાલ તથા મોટી સંખ્યામાં હતી.

અન્ય સમાચારો પણ છે...