તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજબૂરી:સાંતલપુર તાલુકાના છેવાડાના ગામોમાં વારાફરતી પાણી અપાતા 3-4 દિવસ રાહ જોવી પડે છે

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ઘરેલું ટાંકીઓમાં ભરી રાખેલું પાણી પીવા અને વપરાશમાં લેવા મજબુર

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા કાયમની છે. છેવાડાના ગામોને અલગ-અલગ દિવસે આપવામાં આવે છે. જેમાં ક્યારેક ત્રણ-ચાર દિવસ સુધી પાઇપલાઇનમાં પાણી આવતું નથી. અને ઘરમાં ટાંકીમાં સંગ્રહ કરી રાખેલા પાણીનો ઉપયોગ પીવા અને વપરાશ માટે કરવામાં આવે છે. સાંતલપુર તાલુકાના જાખોત્રા તેમજ આજુબાજુના ગામો શનિવારે પાઇપલાઇનમાં પીવાનું પાણી આપવામાં આવ્યું ન હતું. ગામના રહીશના જણાવ્યા મુજબ છેલ્લા ચાર-પાંચ દિવસથી પાઇપલાઇનમાં પાણી આવતું નથી.

સાંતલપુરથી ધોકાવાડા થઈ અલગ અલગ વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે. પરંતુ અલગ-અલગ દિવસોએ અલગ-અલગ ગામોને પાણી આપવામાં આવે છે. પાણી ન આવતા પાણી પુરવઠા બોર્ડમાં ફોન કરીને પૂછતા આજે ચારણકા ગામનો વારો હતો તેવો જવાબ મળ્યો હતો. ગામના અગ્રણીના મુજબ અવારનવાર ત્રણ ચાર દિવસ પાણી મળતું નથી. આ સ્થિતિમાં લોકોએ પોતાના ઘરોમાં પાણીની ટાંકીઓ બનાવી રાખી છે જેમાં ભરી રાખવામાં આવતા પાણીનો ઉપયોગ પીવા અને વપરાશ માટે કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો