ચૂંટણી પ્રવાસ:પાટણ બેઠકના ભાજપના ઉમેદવાર ડો.રાજુલ દેસાઈનું બાદીપુરના ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર ડોક્ટર રાજુલબેન દેસાઈનું ચૂંટણી પ્રવાસ દરમિયાન બાદિપુર ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના ઉમેદવારને પાટણ વિધાનસભા મત વિસ્તારમાં જન સમર્થન મળી રહ્યુ છે. શુક્રવારના રોજ ડોક્ટર રાજુલબેન દેસાઈના ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ દરમિયાન બાદિપુર ગામે સમસ્ત ગ્રામજનોએ ઉમળકા ભેર સ્વાગત સન્માન કરી આવકાર્યા હતા.

તેઓનું ગામના આગેવાનો દ્વારા બહુમાન કરી જંગી બહુમતીથી વિજય બનાવવાના આશીર્વાદ પાઠવ્યાં હતા. ચૂંટણી પ્રચારમાં ડો.રાજુલબેન દેસાઈએ ગ્રામજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગતિશીલ ગુજરાતને વધુ ગતિશીલ બનાવવા અને પાટણ વિધાનસભા વિસ્તારના વિકાસ કામોને વેગવંતા બનાવવા પાટણનું કમળ ગાંધીનગર મોકલવા આહવાન કરૂ છું. ડો રાજુલબેન દેસાઈના ચૂંટણી પ્રવાસ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો અને મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...