તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કોરોનાથી બચવા ગામડાના લોકો શહેર તરફ ન આવતાં ફેરિયા વધ્યા

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોના, ચાંદી, લોખંડ, ફર્નિચર અને દવા સિવાય તમામ વસ્તુ હવે ગામડામાં ઘરે બેઠા મળે છે

કોરોના સંક્રમણને લઈ વેપાર રોજગારમાં મોટો બદલાવ આવ્યો છે. જેમાં હવે ઓન વ્હીલ વ્યાપાર રોજગાર વધ્યો છે. લોકડાઉન પછી જેમ જેમ અનલોક થયું તેમ તેમ જનજીવન રાબેતા મુજબ થાળે પડી રહ્યું છે. ત્યારે બદલાયેલા પરિદ્રશ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો વાહનો મારફતે વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. એટલું જ નહીં માર્કેટિંગ પણ સિસ્ટમથી થઈ રહ્યું છે. નાના માઈક લઈને ફેરિયાઓ વેપાર કરવા ગામડે ગામડે ગલી મહોલ્લે ફરી રહ્યા છે. દરેક ગામડામાં સ્થાનિક દુકાનો હોય છે તે ઉપરાંત 5થી 7 ફેરિયાઓ સરેરાશ અલગ-અલગ વસ્તુઓના વેચાણ માટે વાહન મારફતે ફરી રહ્યા છે. પાટણના ચંદ્રુમાણા ગામમાં દરરોજ પાચ સાત ફેરિયાઓ વેપાર માટે આવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ રોજના ત્રણ ચાર કે પાંચ ગામ ફરી રહે છે. અને વેપાર પણ થાય છે. અત્યારે ગ્રાહકની પ્રતીક્ષા ન કરતા સામે ચાલીને તેની પાસે જવાના દિવસો છે તેમ સંખારીના જીતુભાઈ રાવળે જણાવ્યું. તેઓ તેમની ઈકો ગાડીમાં સિંગ ચણા કચરિયું વેફર તેમજ અન્ય ચીજ વસ્તુઓ લઈ આવ્યા હતા.

શહેરી સોસાયટીઓમાં ફેરીયાને નો એન્ટ્રી, ગામડામાં ફેરીયા વધ્યા
આ અંગે પાટણ ચેમ્બર ઓફ કોમર્સના ડિસ્ટ્રિક્ટ રીપ્રેઝન્ટેટીવ સુરેશભાઈ પટેલે જણાવ્યું કે તમામ તાલુકાઓમાં આ પ્રકારે ઓન વ્હીલ વેપાર વધ્યો છે. હાલમાં ખેતપેદાશોનાં વેચાણના લીધે ગ્રામીણ લોકો પાસે ખરીદ શક્તિ હોય છે. તેનો લાભ મળી શકે છે. શહેરોમાં સોસાયટીમાં ફેરીયાઓને એન્ટ્રી હમણાં મળતી નથી. એટલે ગામડામાં વધ્યું હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો