સ્થાપના:મૂર્તુજાખાન નવાબના નામ પરથી મૂર્તુજાનગર ગામનું નામ રખાયું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાધનપુર સ્ટટે નવાબના કાળથી નંદાણી માતાની પલ્લી ભરાય છે. - Divya Bhaskar
રાધનપુર સ્ટટે નવાબના કાળથી નંદાણી માતાની પલ્લી ભરાય છે.
  • નવ ઘરના 65 સભ્યોનું આ ગામ 430 વર્ષ પહેલાં શંખેશ્વર તાલુકામાં વસ્યું હતું

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુર્તુજાનગર ગામે નવાબી રાજથી બિરાજતા નંદાણી માતાજીના મંદિરે નવરાત્રીના પ્રારંભ સાથે આસો સુદ બીજને ઘટ સ્થાપન વિધિ કરી જવેરા રોપી નવરાત્રિ ઊજવાઈ હતી. માતાજીના સ્થાનકે આઝાદી પહેલા રાધનપુર સ્ટેટના નવાબ પણ દર્શન કરવા આવતા હતા.

પંચાસર પાસે આવેલું નવ ઘરના 65 સભ્યોના એક જ પરીવારની વસતી ધરાવતું મુર્તુજાનગર ગામમાં 430 વર્ષ પહેલા ગીરધરભાઇ કેવળભાઇ રાવલ દ્વારા નંદાણી માતા પ્રેરણા થતા ગામની થાંભલી બાંધવામાં આવી હતી. જે તે સમયે રાધનપુર સ્ટેટના નવાબ મુર્તુજાખાનએ માતાજીથી પ્રભાવિત થઈ બ્રાહ્મણોને ગામ સહિત 1500 એકર ભૂમિ દાનમાં આપી હતી. ત્યારથી લઈ આજદિન સુધી પરિવારના સભ્યો દ્વારા અખંડ જ્યોત અને સ્થાપન વિધિ થાય છે.

મૂર્તુજાખાન નવાબના નામ પરથી મૂર્તુજાનગર ગામનુ નામ રાખવામાં આવ્યું હતું. તેઓ દર વર્ષે આસો સુદ-9ના દિવસે માતાજીની પલ્લીના દર્શન કરી બ્રાહ્મણોનું પૂજન કરી જમણા હાથમાં કંકુનો ચાંલ્લો કરાવતા અને નવરાત્રીનો તમામ ખર્ચ નવાબ સરકાર દ્વારા આપવામાં આવતો હતો તેમ સુરેશભાઈ રાવલ અને જયદેવભાઈ રાવલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...