પાલનપુર એસટી વિભાગ દ્વારા સિદ્ધપુર ડેપો સંચાલિત સિદ્ધપુરથી વાયા દેથલી, ચાદેસર, હીસોર, વામૈયા, અધાર, કીમ્બુવા, વડુ, વાગડોદ, વદાણી, જંગરાલ, કોઈટા, ભાટસણ થઈ ડીસા સુધીની નવીન એસટી બસનો ગુરુવારે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભાજપના પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ (વાયડ) અને ગાંધીનગરના પ્રભારી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિતના એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી લીલીઝંડી આપી રૂટ ઉપર પ્રસ્થાન કરાયું હતું.બસ સિદ્ધપુર થી સવારે 7:30 કલાકે ઉપડશે અને વામૈયા ગામ ખાતે 8:00 વાગ્યે આવશે. આ રૂટના મુસાફરો મુસાફરી માટે લાભ લઇ શકશે.ઘણા વર્ષોથી આ રૂટ ઉપર બસ શરૂ કરવા માટે વામૈયા સહિતના ગામોની માંગ હોય બસ શરૂઆત કરતા આનંદની લાગણી છવાઇ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.