ભાવવધારો:સાચા ફૂલોના ભાવ બમણા થતાં પ્રસંગોમાં સજાવટમાં પ્લાસ્ટિકના ફૂલોનો વપરાશ વધ્યો

પાટણએક મહિનો પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
પાટણમાં ફૂલોનાંહાર બનાવતી કારીગરોની તસ્વીર - Divya Bhaskar
પાટણમાં ફૂલોનાંહાર બનાવતી કારીગરોની તસ્વીર
  • લગ્ન પ્રસંગોમાં ડેકોરેશનમાં સાચા ફૂલોની જગ્યાએ પ્લાસ્ટીકનાં ફૂલોએ સ્થાન લીધું

ઉત્તર ગુજરાતમાં ઘરોમાં થતાં પ્રસંગોમાં રંગબેરંગી સજાવટ માટે ઉપયોગમાં લેવાતાં રંગબેરંગી અને સુગંધિત ફૂલોનાં ભાવ બે વર્ષમાં બમણા થતાં લગ્ન સહિત અન્ય પ્રસંગોમાં પરિવારોને ફૂલોનાં ડેકોરેશનમાં સાચા ફુલો મોંઘાં પડતાં 50 ટકા ઓછા ખર્ચ વાળાં પ્લાસ્ટીકનાં ફૂલોને ઓર્ડર આપવાનું વધુ પસંદ કરવા લાગ્યાં છે. લગ્ન સિઝનમાં ઉત્તર ગુજરાતમાં એક દિવસનો ફૂલોનાં ડેકોરેશનનો સરેરાશ 40 લાખનો ધંધો છે. જેમાં 70 ટકા ઓર્ડર હવે પ્લાસ્ટિક ફૂલોનાં ડેકોરેશનનાં આવવા લાગ્યાં છે.

કેટેગરી 1 : લુઝ ફુલ (છૂટા ફુલ - ભાવ કિલોમાં)

જૂનાહાલના
ગુલાબ70150
ગલગોટો50100
જીણીયો3070
લીલી2030
મોગરો500800
તગર (100 ગ્રામ)501300
રજનીગંધા250500

કેટેગરી 2 - ક્ટ ફ્લાવર (ભાવ ડઝન )
ગુલાબ રંગીન કલરો 120 - 200

લીલી150250
બ્લ્યુ ડીઝી60150
જીપસી300700
કારનેસર200350
ઓર્કેટ400550
સ્ટીક લાંબી રજનીગંધા150200
જલવેરા100120

કેટેગરી 3 : ગ્રીન ફ્લાવર (પાંદડાવાળાં,ભાવ ડઝન)

સન ઓફ ઇન્ડિયા100150
વિક્ટોરિયા100120
એરિકા(1 નંગ)25
કામિની3050

​​​​​ઉત્તર ગુજરાતમાં મોંઘવારીને લઈ પ્રસંગમાં પરિવારોનાં બજેટ ખોરવાઈ રહ્યા હોય તેવી સ્થિતિમા લગ્ન પ્રસંગમા ડેકોરેશન માટે જરૂર પડતાં ગુલાબ, ગલગોટો, મોગરો જેવા વિવિધ ગુજરાતના અને વિદેશી ફૂલોમાં ભાવમાં ડબલ વધારો થતાં પ્રસંગમાં ડેકોરેશન માટેના ભાવ વધતા લોકોએ વિકલ્પ તરીકે પ્લાસ્ટીકના ફૂલ ડેકોરેશન માટે વધુ પસંદ કરવા લાગતાં હવે જાહેર પ્રસંગોમાં સજાવટ માટે સાચા ફૂલોનાં બદલે પ્લાસ્ટિકના ફૂલોએ સ્થાન લઈ લીધું છે. જેમાં ખાસ કરીને ગાડી શણગાર, મંડપ શણગાર માટે મોટે ભાગે પ્લાસ્ટીક ફૂલોનો વપરાશ કરાઈ રહ્યો છે. લોકો જરૂયાત પૂરતાં જ સાચા ફૂલોની ખરીદી કરતાં 40 ટકા જેટલો ફુલોનો વેપાર ઘટ્યો છે. સામે પ્લાસ્ટીક ફૂલોની માંગ સતત વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...