પરીક્ષા યોજાશે:યુનિ.ની સ્નાતક સેમ 3ની 10 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષા 15 દિવસ પછી લેવાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ઉત્તર ગુજરાત સંલગ્ન કોલેજોમાંથી 50,000 વિદ્યાર્થીઓ પરીક્ષા યોજાશે
  • રીપીટર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક મળે માટે પરીક્ષાઓ નવેમ્બર અંતમાં ધકેલાઈ , નવી તારીખ ફરી જાહેર કરાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સ્નાતક 3ની આગામી 10 નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષાઓમાં ફેરફાર કર્યો છે. જેમાં 10 નવેમ્બરથી શરૂ થનારી પરીક્ષાઓ 15 દિવસ પાછળ ધકેલી છે. હાલમાં આ પરીક્ષાઓ મોકૂફ રાખી પરીક્ષા વિભાગ દ્વારા ફરીથી પરીક્ષા લેવા માટે નવીન તારીખ જાહેર કરાશે. અંદાજે ઉત્તર ગુજરાતની સંલગ્ન કોલેજોમાંથી 50,000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાનાર છે.

હેમચદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર ડિસેમ્બરની પરીક્ષાઓ શરૂ થવા પામી છે. દિવાળી પૂર્વે પ્રથમ તબક્કાની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની સ્નાતક 3ની પરીક્ષાઓ વેકેશન પૂર્ણ થતાં 10 નવેમ્બરથી શરૂ થનાર હતી. પરંતુ બીએસસી અને બીએ સેમ 3ની પરીક્ષાઓના પરિણામ વિસંગતતાઓને કારણે વિલંબમાં હોય ટૂંક સમયમાં જાહેર કરવાના હોય તેમાં નાપાસ થતા વિદ્યાર્થીઓને નવીન પરીક્ષામાં તક મળે અને તેમનું વર્ષના બગડે તેવા ઉદ્દેશ સાથે શરૂ થનાર સ્નાતક સેમ ત્રણની પરીક્ષાઓ યુનિવર્સિટી દ્વારા પાછળ ઠેલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં આગામી 10 નવેમ્બરના રોજ શરૂ થનાર સ્નાતક સેમ ત્રણની પરીક્ષાઓ હવે નવેમ્બર મહિનાના અંતમાં લેવાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓ હાલમાં મોકૂફ રાખી નવીન આયોજન કરી ફરીથી પરીક્ષાઓની નવીન તારીખ જાહેર કરવામાં આવશે. તેવુ પરીક્ષા નિયામક મિતુલ દેલિયાંએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...