નવી શિક્ષણ નીતિ:યુનિવર્સિટી દ્વારા છાત્રો માટે ભાગવત ગીતા, સ્કિલ ડેવલોપમેન્ટ અને એનસીસી કોર્સ શરૂ થશે

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • નવીન શૈક્ષણિક વર્ષથી કોલેજમાં જ અભ્યાસની સાથે ચારિત્ર ઘડતરનાં કોર્સ કરી શકશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ અમલીકરણ અંતર્ગત કોલેજોમાં શિક્ષણ સાથે છાત્રોનું ચારિત્ર્ય ઘડતર અને સંસ્કારોનું સિંચન થાય તેવા ઉદ્દેશથી નવા શૈક્ષણિક વર્ષથી જ અભ્યાસક્રમની સાથે વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા સર્ટિફિકેટ વાળાં કોર્સ શરૂ કરવામાં આવનાર છે જેમાં પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમની સાથે સંલગ્ન કોલેજોમાં ભાગવદગીતા એનસીસી અને સ્કિલ ડેવલોપમેન્ટનો સ્વામીનારાયણનો IDPS કોર્સ શરૂ કરવામાં આવનાર છે. જેમાં છાત્રો પ્રવેશ લઇ શકશે.

કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણમાં મૂકવામાં આવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું વિવિધ ચરણોમાં અમલીકરણ શરૂ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા 16 જૂનથી શરુ થઈ રહેલ નવીન શૈક્ષણિક વર્ષમાં અભ્યાસની સાથે છાત્રો કોલેજની અંદર જ ચારિત્ર્ય ઘડતર ના સર્ટિફિકેટ કોર્સ કરી શકે તે માટે નવીન 3 કોર્સ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કોલેજો પણ અનુકૂળતા મૂજબ ત્રણે કોર્સ વિવિઘ સેમેસ્ટરમાં શરૂ કરનાર છે. આ વર્ષથી કોલેજોમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાથે ભાગવત ગીતા ,NCC અને જ્ઞાનવત્સલ સ્વામી સંચાલિત સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્કીલ ડેવલપમેન્ટનો IDPS કોર્સ ત્રણ તમામ આર્ટસ કોમર્સ સાયન્સ અને મેડિકલ કોલેજોમાં શરૂ થનાર છે. જેમાં છાત્રો પ્રવેશ લઈને આ કોર્સ કરી અલગથી સર્ટિફિકેટ પણ મેળવી શકશે.તેવું રજિસ્ટ્રાર ડૉ.આર.એન. દેસાઈએ જણાવ્યું હતુ.

એક્સ્ટ્રા કોર્સની ફી હવે નક્કી કરાશે , વધુ રોજગારી લક્ષી કોર્સ ઉમેરાશે : કુલપતિ
કુલપતિ ડૉ. જે.જે વોરાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કોલેજની અંદર જ એક્સ્ટ્રા કોર્સ કરીને તેમની સ્કિલ ડેવલપ કરી શકે તે પ્રકારના હાલ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે જેની ફી સામાન્ય રાખવામાં આવનાર છે. કેટલી ફી નક્કી કરવી તે અંગે આગામી કારોબારી સભામાં ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. ઉપરાંત કોલેજમાં છાત્રો અભ્યાસ ની સાથે રોજગાર લક્ષી પણ તાલીમ મેળવી શકે તે માટે વધુ રોજગાર લક્ષી કોર્સ શરૂ કરવાનું આયોજન કરાઇ રહ્યું છે.

આ ફેકલ્ટીમાં આ કોર્સ કરી શકાશે

 • આર્ટસ : NCC , ભાગવત ગીતા ,
 • કોમર્સ : NCC , ભાગવત ગીતા ,IDPS
 • સાયન્સ : NCC , ભાગવત ગીતા ,IDPS
 • હોમ સાયન્સ : NCC,ભાગવત ગીતા ,IDPS
 • કાયદા શાખા : IDPS
 • મેનેજમેન્ટ સ્ટડીઝ : NCC , ભાગવત ગીતા ,IDPS
 • મેડિસિન : ભાગવત ગીતા
 • રૂરલ સ્ટડીઝ : ભાગવત ગીતા
 • એજ્યુકેશન : ભાગવત ગીતા

અન્ય સમાચારો પણ છે...