મૂલ્યાંકન:યુનિ.ને મળેલ નેકના A ગ્રેડની અવધિ પૂર્ણ થતાં ફરી રેન્ક માટે નેકનું મૂલ્યાંકન કરાવશે

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેકમા મૂલ્યાંકન માટે રિપોર્ટ સબમિટની પ્રક્રિયા પૂર્ણતાના આરે, સુધારા વધારા માટે 3 સપ્તાહની મર્યાદા અપાઇ
  • ​​​​​​​ફરી A ગ્રેડ જેવું સારું રેન્કિંગ ​​​​​​​મળે માટે યુનિ. દ્વારા શૈક્ષિણક સિદ્ધિઓ, ભૌતિક સુવિધાઓ અને સંશોધનો જેવી શ્રેષ્ઠ બાબત નેક સમક્ષ મુકશે : કુલપતિ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને પાંચ વર્ષ પૂર્વે મળેલ એ ગ્રેડ રેન્કિંગ ની સમય અવધિ પૂર્ણ થઈ હોય ફરીથી રેન્કિંગ મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા નેક મૂલ્યાંકન કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જેના માટે મૂલ્યાંકન માટે રિપોર્ટ સબમિટ કરવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે.રિપોર્ટમાં સુધારા વધારા માટે ચકાસણી હાલમાં ચાલી રહી હોય પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નેક દ્વારા છેલ્લા વીસ દિવસની સમય અવધી આપવામાં આવી છે.

યુનિવર્સિટીને નેક દ્વારા આપવામાં આવેલ A ગ્રેડ ની અવધિ 2020 માં પૂર્ણ થતા કોરોના મહામારી ના કારણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ હોવાના કારણે યુનિવર્સિટી દ્વારા નેટ મૂલ્યાંકન માટે અરજી કરવામાં આવી ન હતી પરંતુ હવે કોરોનાની પરિસ્થિતિ થાળે પડતા ફરીથી યુનિવર્સિટી દ્વારા રેન્કિંગ મેળવવા માટે નેટ મૂલ્યાંકન કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુનિવર્સિટી દ્વારા છેલ્લા છ મહિનાથી નેક મૂલ્યાંકન માટે શ્રેષ્ઠ શૈક્ષણિક સિદ્ધિઓ, કેમ્પસમાં થતા સંશોધનો, વિદ્યાર્થીઓ માટે ભૌતિક સુવિધાઓ, નવીન વિદ્યાર્થી લક્ષી અભ્યાસક્રમો અને સામાજિક અને રમત ગમત ક્ષેત્રે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનો અલગ અલગ રિપોર્ટ બનાવી ક્રાઇટ એરિયા પ્રમાણે અરજીના ભાગરૂપે રિપોર્ટ સબમીટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

રિપોર્ટ સબમીટ કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવા પામી છે. અનેક સુધારા વધારા હોય તેના માટે નેક દ્વારા ત્રણ સપ્તાહની સમય મર્યાદા યુનિવર્સિટીને આપવામાં આવી છે આ દરમિયાન તેઓ રિપોર્ટમાં સુધારા વધારા કરી શકશે અને ત્યારબાદ અરજી સબમિટ થતા તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માન્ય રહેશે નહીં. જેથી યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસરો આ પ્રક્રિયામાં કમિટી બનાવીને કામ કરી રહ્યા છે ગણતરીના દિવસોમાં રિપોર્ટ સબમિટ થઈ જશે તેવું કુલપતિ ડૉ.જે.જે. વોરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...