નિર્ણય:યુનિવર્સિટી દિવાળીના તહેવારોને લઈ 25થી 30 ઓક્ટોબર સુધી પગાર કરશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 450 કર્મચારીઓનો 1.70 કરોડ પગાર દસ દિવસ વહેલો ચૂકવાશે
  • તહેવારમાં પરિવાર અને પોતાના માટે ખર્ચ થાય તે માટે નિર્ણય લેવાયો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા દિવાળીના તહેવારોમાં કર્મચારીઓને સરકારની ગાઇડલાઇન મુજબ એડવાન્સમાં પગાર ચૂકવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં કાયમી, ફિક્સ અને રોજમદારો મળી કુલ 450 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. દર માસે તમામ કર્મચારીઓને પગાર 1 થી 10 તારીખમાં ચૂકવવામાં આવતો હોય છે. પરંતુ 4 નવેમ્બર દિવાળીનું પર્વ હોઈ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર તહેવારોની ઉજવણી કરી શકે તે માટે એડવાન્સમાં પગાર ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં દસ દિવસ પહેલો પગાર કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે.

યુનિવર્સિટીના અંદાજે 450 કર્મચારીઓના ચુકવામાં આવનાર ઓક્ટોમ્બર માસનો કુલ 1.70 કરોડનો પગાર એકાઉન્ટ વિભાગ દ્વારા 25 થી 30 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન જ તમામ કર્મચારીના ખાતામાં પગાર જમા કરાવી દેવામાં આવશે તેવુ ચીફ એકાઉન્ટ ઓફિસર એ.આર.મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું.હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કર્મચારીઓના હિતમાં વહેલા પગાર ચુકવાનો નિર્ણય લેતાં કર્મચારીઓ દિવાળી પર ખર્ચ કરી શકશે તેથી આનંદ છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...