રજિસ્ટ્રારને આવેદન:યુનિવર્સિટીએ કોલેજોમાં 15 ટકા ફી ઘટાડવા પરિપત્ર કર્યો પણ પોતાના કેમ્પસમાં જ અમલ નહીં

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સેમ 4 ના છાત્રોએ શિક્ષણ ફીમાં 15 ટકા રાહત આપવાની માંગ સાથે રજિસ્ટ્રારને આવેદન
  • યુનિ.ના એમ.બી.એ વિભાગમાં છાત્રોની કોલરશીપ 40 ટકા કપાઈ પણ ફીમાં 15 ટકા રાહત ન અપાઈ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ એમ.બી.એ વિભાગમાં છાત્રોને જાહેર કરેલ શિક્ષણ ફીમાં 15 ટકા રાહતનો લાભ ન આપવામાં આવ્યો હોય છાત્રો દ્વારા રજિસ્ટ્રારને આવેદન પત્ર આપી ફી માફી માટે માંગ કરવામાં આવી હતી.વર્ષ 2020 -21 નવીન સત્રમાં દરેક છાત્રોને શિક્ષણ ફીમાં 15 ટકા રાહત આપવામાં આવે તેવો સરકાર દ્વારા સૂચના આપવામાં આવતા યુનિવર્સિટી દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી. ત્યારે જે સમયે છાત્રોએ ફી ભરી દીધી હોય તો તેમને આગળના સેમમાં ફી ઓછી લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

જ્યારે એમ.બી.એ વિભાગના એકપણ સેમિસ્ટરમાં એ સમયે કે વર્ષ 2021 -22ના નવીન સત્રમાં પણ રાહત ન આપી પૂરેપુરી ફી લેવામાં આવી રહી હોઈ ફીમાં 15 રાહત આપવામાં આવે તેવી માંગ સાથે સેમ- 4ના છાત્રો દ્વારા શુક્રવારે રજિસ્ટ્રાર ડૉ.ડી.એમ.પટેલને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.રજિસ્ટ્રાર દ્વારા જણાવ્યું હતું કે આ બાબતે છાત્રોના હિતમાં કુલપતિ સમક્ષ તેમની રજૂઆત મુકવામાં આવશે.

સ્કોલરશીપ ઓછી થાય તો ફી કેમ નહીં : છાત્રો
એમ.બી.એના છાત્રોએ જણાવ્યું હતું કે સેમ 3માં એમ કહીને ફી ભરાવી હતી કે સરકારની જાહેરાત થશે તો સેમ 4માં સરભર ગણીને રાહત આપીશું. પરંતુ સેમ 4માં પુરી ફી માંગી રહ્યા છે. ગયા વર્ષે કોરોનામાં 10 હજારના બદલે ફક્ત 6 હજાર સ્કોલરશીપ આપવામાં આવી છે. જો સ્કોલરશીપ ઓછી થતી હોય તો ફી કેમ ઓછી લેવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...