હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં લાંબા સમયથી કામો માટે ધક્કા ખાતા વિદ્યાર્થીઓની એક જ દિવસે એક જ સાથે પોતાના કામો ની રજૂઆત અને અરજી કરવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તર ગુજરાતના 70 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહીને પોતાની રજૂઆત અને અરજીઓ કરતા ટૂંક સમયમાં તેમના કામ પૂર્ણ કરી આપવાની કમિટી દ્વારા ખાતરી આપવામાં આવી હતીબ.
યુનિવર્સિટીમાં રોજ બરોજ આવતા ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને પોતાના કામો લાંબા સમયથી ના થતા હોય ધક્કા પડતાં હોવાની રાવ કરતા તમામ વિદ્યાર્થીઓને એકસાથે એક જ દિવસે યુનિવર્સિટીમાં પોતાના કામ અર્થે બોલાવી તેમની રજૂઆતો સાંભળવા અને કામ ઝડપથી થાય માટે વહીવટી ભવન ખાતે ઇસી સભ્ય હરેશ ચૌધરી દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉત્તર ગુજરાતની કોલેજો ના પાંચ પ્રિન્સિપાલ, પરીક્ષા નિયામક હાજર રહ્યા હતા અને ઉત્તર ગુજરાતમાંથી આવેલા 70 જેટલા વિદ્યાર્થીઓએ લાંબા સમયથી યુનિવર્સિટીમાંથી ના મળી રહેલ માર્કશીટ ડિગ્રી સર્ટી તેમજ તેમના અન્ય અગત્યના કાગળો તેમજ પરિક્ષા અંગેની વિવિધ સમસ્યાઓની રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.