બોલો ભૂલી ગયા:યુનિવર્સિટીએ બીએ સેમ ત્રણની પરીક્ષા મોકૂફ રાખી જાણ ના કરતાં વિદ્યાર્થીઓને ધરમધક્કો

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બી એ સેમ 3ની પરિક્ષા મોકૂફ રખાતાં યુનિ જાણ કરવાનું ભુલી

ઉ.ગુ યુનિવર્સિટી દ્વારા બીએ સેમેસ્ટર 3 ની એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા બેઠક નંબર તથા પેપર કોડ ખોટા લખવાથી તેમની ગેરહાજરી પડી હોય આવા વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી દ્વારા ફરીથી પરીક્ષા આપવા માટેની તક આપવામાં આવી હતી.

આ પરીક્ષા 1 ઓગસ્ટના રોજ લેવામાં આવશે તેવી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પરીક્ષાના પૂર્વે વિદ્યાર્થીઓને ફોટા બેઠક નંબર અને પેપર કોડ ના કારણે કોલેજો માંથી પરીક્ષાની આ પરીક્ષાની હોલ ટિકિટ ના નીકળતી હોય પરીક્ષા ખંડમાં કેવી રીતે પ્રવેશ આપવો અને ગેરરીતી થવાની સંભાવના હોય કોલેજો અને વિદ્યાર્થીઓ રજૂઆત કરતા યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ તેમજ કોલેજોની રજૂઆતના આધારે હાલમાં પરીક્ષા મોકૂફ રાખી તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે અને હોલ ટિકિટ નીકળે તે માટે વિગતો ચકાસી બાદમાં પરીક્ષા લેવામાં આવે તેવો નિર્ણય લઈ 28 જુલાઈ ના રોજ સેમેસ્ટર ત્રણ ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લઇ યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપર મૂકી સંલગ્ન કોલેજોને જાણ કરવામાં આવી હતી.

કેટલાક વિદ્યાર્થીઓને આ પરિપત્ર અંગે જાણ ના હોય 1 ઓગસ્ટ સોમવારના રોજ પરીક્ષા હોવાનું ધ્યાનમાં હોય પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા પરંતુ પરીક્ષા રદ રખાયું હોવાનું માલુ પડતા રોષે ભરાઈ યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...