તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છબરડો:યુનિવર્સિટીની બીએ સેમ-3ની પરીક્ષામાં ઇતિહાસના છાત્રોને જુનું પ્રશ્નપત્ર ફરી આપ્યું

પાટણ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વિદ્યાર્થીઓએ રજૂઆત કરતા પરીક્ષા વિભાગે ભૂલ સ્વીકારી 4200 છાત્રોની પરીક્ષા તાત્કાલિક રદ કરી સાંજે 5 વાગે ફરી લીધી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બીએ સેમ 3ની ઓનલાઇન પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં જૂનું પેપર જ ફરી પરીક્ષામાં છાત્રોને આપવામાં આવતા છાત્રોની પરીક્ષા ફરી બગડી હતી.રજૂઆતના પગલે પરીક્ષા વિભાગને ધ્યાને આવતા પરીક્ષા રદ કરી ફરી નવીન પેપર સાથે સાંજે પરીક્ષા લેવામાં આવી હતી.રોજબેરોજ એજન્સી દ્વારા છબરડા કરવામાં આવતા હજારો છાત્રો પરીક્ષા દરમ્યાન હેરાન પરેશાન થઇ રહ્યા હોઈ યુનિવર્સિટી સામે રોષ ઠાલવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા બી.એ સેમ 3 ની ઓનલાઇન પરીક્ષાઓ ચાલી રહી છે.

ત્યારે ઇતિહાસ વિષયના કુલ 4200 છાત્રોની પરીક્ષા યોજાઈ રહી હોઈ છાત્રોએ ગુરુવારે ઇતિહાસ વિષય 3ની પરીક્ષા આપી હતી.અને શુક્રવારે ઇતિહાસ વિષય 4ની પરીક્ષા સવારે યોજાઈ હતી.જેમાં એજન્સી દ્વારા કોઈ પણ ચોકસાઈ વગર બેદરકારી દાખવી ઇતિહાસ વિષય 4ની પરીક્ષામાં આગળના દિવસે યોજાઈ ગયેલ ઇતિહાસ વિષય 3નું પ્રશ્નપત્ર મૂકી દીધું હતું.ત્યારે પરીક્ષા શરૂ થતા જૂનું પ્રશ્નપત્ર જ ફરી પૂછવામાં આવ્યું હોઈ પરીક્ષા વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી.

ત્યારે પરીક્ષા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા એજન્સી દ્વારા લેવાઈ ગયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર મૂક્યું હોવાનું જોવા મળતા તાત્કાલિક પરીક્ષા રદ કરી ફરી સાંજે 5 વાગે તમામ છાત્રોની પરીક્ષા લેવામાં આવી હતી. આમ પરીક્ષા જેવા મહત્વની કામગીરીમાં એજન્સી અને પરીક્ષા વિભાગની બેદરકારીને લઇ છાત્રો હેરાન થઇ રહ્યા છે.તો સમય પણ વેડફાતો હોઈ યોગ્ય રીતે પરીક્ષા ન લેવાતા છાત્રોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો