તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:યુનિવર્સિટી એ સંલગ્ન 10 કોલેજોનાં બે વર્ષથી પડી રહેલાં 1500 ડિગ્રી સર્ટી પહોંચાડ્યાં

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • યુનિવર્સિટીએ પાટણ, ચાણસ્મા, પાલનપુર, ભાભર, ઊંઝા, પિલવાઈ, ધારપુર સર્ટી મોકલ્યા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ બે વર્ષથી પડી રહેલાં સંલગ્ન કોલેજોનાં 1500 ડિગ્રી સર્ટી જે-તે કોલેજમાં પહોંચાડ્યાં છે.હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન દસ કોલેજોના વિદ્યાર્થીઓના મહત્વના ડિગ્રી સર્ટી પરીક્ષા વિભાગમાં પડી રહ્યા હોઈ કોલેજોને અનેક વાર સર્ટીઓ લઈ જઈને વિદ્યાર્થીઓને વિતરણ કરવા વિનંતી કરવામાં આવી હતી. પરંતુ કોલેજ દ્વારા લેવા ના આવતાં અંતે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ધક્કા ખાઈ રહ્યા હોય તેમના હિતમાં યુનિવર્સિટી દ્વારા કોલેજમાં પહોંચાડવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.

પરીક્ષા વિભાગ દ્વારા જે કોલેજોના વિદ્યાર્થીઓના સર્ટી પડ્યા હતા તેની યાદી પ્રમાણે રૂટ બનાવી બે દિવસ માટે સ્પેશિયલ ગાડીમાં તમામ સર્ટિ કોલેજ સુધી પહોંચાડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના મહત્વના સર્ટી પડ્યા હોય વિદ્યાર્થી હેરાન થતા હોવા છતાં કોલેજો આળસ ખંખેરીને લેવા ના આવતા યુનિવર્સિટી દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું.

પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે કોલેજોને અનેકવાર જાણ કરવા છતાં ડિગ્રી સર્ટી લેવા ન આવતા વિદ્યાર્થીઓ યુનિમાં ધક્કા ખાતા હતા.વિદ્યાર્થીના હિત માટે 10 કોલેજના સર્ટી પડી રહ્યા હોય જેથી બે રૂટ બનાવી બે દિવસ માટે ગાડી કરીને કોલેજ સુધી પહોંચાડવામાં આવ્યા છે.પોતાના જ વિદ્યાર્થીઓને સર્ટિ કોલેજ ન લઈ જતા મજબૂરીએ આપવા જવું પડ્યું હતું.

આ કોલેજોને ડીગ્રી પ્રમાણપત્રો પહોચાડાયાં

 • શ્રીમતી ટી.એસ.આર કોમર્સ કોલેજ,પાટણ
 • એસ એ પટેલ કોમર્સ કોલેજ ,પાલનપુર
 • બીએપીકેએમ એમ.એસ.સી કોલેજ ,પાલનપુર
 • બીએપીકેએમ બી.સી.એ કોલેજ, પાલનપુર
 • આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ,ભાભર
 • જેઠીબા.કે.પટેલ આર્ટસ કોલેજ બી.એ.પટેલ, ડી.બી.વ્યાસ ,ચાણસ્મા
 • ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ બેચરાજી શ્રી યુ પી આર્ટસ -એમ.જી પંચાલ સાયન્સ કોલેજ, પિલવાઈ
 • પટેલ રામજીભાઈ નારાયણદાસ બાલાવત ,ઊંઝા
 • ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ ,ધારપુર
અન્ય સમાચારો પણ છે...