શૈક્ષણિક:યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં 14 દિવસનું દિવાળી વેકેશન કરાયું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરાવવા 7 દિવસનો ઘટાડો કરાયો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીમાં લાંબી રજાઓ બાદ શરૂ થયેલ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સમયસર પૂર્ણ કરાવવા દિવાળી વેકેશનમાં 7 દિવસનો ઘટાડો કરાયો છે. કોલેજોમાં 1થી 13 નવેમ્બર દિવાળી વેકેશન રહેશે.વહીવટી ભવનમાં 7 દિવસની જ રજા રહશે.

યુનિવર્સિટી દ્વારા દિવાળી વેકેશન ની તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં સંલગ્ન કોલેજો તેમજ યુનિવર્સિટી કેમ્પસમાં આગામી 1 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. 14 દિવસનું દિવાળી વેકેશન રહેશે. ત્યાર બાદ રાબેતા મુજબ ફરી શૈક્ષણિક કાર્ય કોલેજોમાં શરૂ કરવામાં આવશે. વહીવટી ભવનમાં દિવાળીને લઇ વેકેશનની તારીખ જાહેર કરવામાં આવી છે.જેમાં 2 ઓક્ટોમ્બર થી 8 નવેમ્બર ફક્ત 7 દિવસ જ જાહેર તહેવારનું વેકેશન જાહેર કરાયું છે. આ 7 દિવસ જ વહીવટી કાર્ય બંધ રહેશે ત્યારબાદ વહીવટી ભવન 9 નવેમ્બરથી રાબેતા મુજબ શરૂ થશે.

15 નવેમ્બર સોમવારથી કોલેજો શરૂ થશે
રજીસ્ટ્રાર ડૉ. ડી.એમ.પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીની સ્થિતિ પહેલા સામાન્ય દિવસોમાં કોલેજોમાં 21 દિવસનું દિવાળી વેકેશન રહેતું.પરંતુ કોરોનામાં લાંબી રજાઓને લઈ શૈક્ષણિક કાર્ય બગડ્યું હોય સત્વરે પૂર્ણ થાય માટે 7 દિવસનો ઘટાડો કરી 1 થી 13 નવેમ્બર વેકેશન 14 નવેમ્બર રવિવારની રજા અને 15 નવેમ્બર સોમવારથી કોલેજો શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...