તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The University Canceled The Supplementary Examination As The Students Without Registration Were Not Allowed To Enter The Examination Center.

પરીક્ષા રદ:રજીસ્ટ્રેશન વિનાના છાત્રોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન અપાતાં યુનિવર્સિટીએ પુરક પરીક્ષા રદ કરી, પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન વિનાના છાત્રો આવતાં કોલેજોએ પ્રવેશ ન આપ્યો

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે, 3 ડિસેમ્બરથી પરીક્ષા લેવાશે

યુનિવર્સિટી દ્વારા સ્નાતકમાં સેમ 1,3 અને 5 તેમજ અનુસ્નાતકમાં સેમ 1 અને 3 માં નાપાસ થયેલા છાત્રોની કુલ 36 પૂરક પરીક્ષાઓ 26 નવેમ્બર ગુરુવારથી શરૂ થઈ હતી. જેમાં ત્રણેય સેશનમાં રજીસ્ટેશન વગરના છાત્રો પરીક્ષા સેન્ટરો પર પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા. પરંતુ કોલેજો દ્વારા પરીક્ષા સેન્ટરોમાં એન્ટ્રી જ ન આપતા કુલપતિ સહીત પરીક્ષા વિભાગને રજુઆત કરી હતી. પરંતુ કોલેજોની મનાઈ સામે કુલપતિ દ્વારા પરીક્ષા આપવા દેવાનો નિર્ણય ન લઇ પરીક્ષા મોકૂફ રાખી છાત્રોના રજીસ્ટ્રેશન થયા બાદ ફરી પરીક્ષા એક સાથે લેવામાં આવે તેવો નિર્ણય લેવાયો હતો. અને રજીસ્ટ્રેશનની મુદત લંબાવી 30 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવા સૂચના અપાઈ છે.

3 ડિસેમ્બરથી ફરીથી પરીક્ષા યોજાશે
પ્રથમ દિવસે પરીક્ષા શરૂ થયા બાદ વધુ છાત્રો પરીક્ષાથી વંચિત રહેતા પરીક્ષા સ્થગિત કરી નવેસરથી તમામ છાત્રોની 3 ડિસેમ્બર ગુરુવારથી પરીક્ષા શરૂ થશે.આ વખતે અંતિમ 30 નવેમ્બર સુધી જ રજીસ્ટેશન માટેની મદુત આપી છે.જેમાં તમામ છાત્રોને ફરજીયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...