રજૂઆત:પાટણમાં પદમનાભના મેળા દરમિયાન કાયદો - વ્યવસ્થા જાળવવા ટ્રસ્ટીઓએ પોલીસ વડાને રજૂઆત કરી

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણમાં પદ્મનાથ ભગવાનના સપ્ત રાત્રી મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ અને ટ્રાફિક નિયમન નું ચુસ્ત પાલન કરવામાં આવે તેવી રજૂઆત સાથે આજરોજ પદમનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે પદમનાભ મંદિર વ્યવસ્થાપન કમિટી નાં સભ્યોએ જિલ્લા પોલીસ વડા વિજયભાઈ પટેલ ને રૂબરૂ મળી લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી.જે રજૂઆત નાં પગલે જીલ્લા પોલીસ વડા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પટેલ ને રૂબરૂ બોલાવી સુચનાઓ આપી શ્રી પદ્મનાભ ભગવાનના સપ્ત રાત્રી મેળા સુખ રૂપ સંપન્ન બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...