તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊજવણી:સ્વાનુભૂતિનું યથાર્થ રહસ્ય ગુરૂના સાનિધ્ય વિના સંભવ નથી, ગરૂ સૂર્ય સમાન છે : મુનિ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં જૈનાચાર્યની 49 મી માસિક પુણ્યતિથિ ઊજવાઈ

પાટણના પંચાસરા જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રયમાં જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાની 49મી પૂણ્યતિથી શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ મુનિરાજ શ્રી નિપુણરત્ન વિજયજી મહારાજ આદિની નિશ્રામાં ઉજવણી કરવામાં આવી હતી. જૈનાચાર્યની આરતીનો સીઆઈડી ક્રાઇમ પાટણના પી.આઈ પ્રભાતસિંહ સોલંકીએ લાભ પ્રાપ્ત કર્યો હતો. સોલંકીએ મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજનાં દર્શન વંદન કરી તેમજ આશીર્વાદ લીધા હતા, મુનિરાજે જૈનાચાર્ય દ્રારા લિખીત 'ભગવાન મહાવીરને ક્યાં કહાં' પુસ્તક સોલંકીને અર્પણ કર્યું હતું, પૂણ્યતિથીને લઈને જીવદયા તૈમજ ભિક્ષુકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

મુનિરાજ શ્રીએ ગુરુના ઉપકારનું સ્મરણ કરતાં જણાવ્યું કે બાહરી દુનિયાથી વિકૃત એવા મનુષ્યમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી અનંત આનંદની પ્રાપ્તિ કરાવવાનું કામ ગુરુ કરતાં હોય છે. સ્વાનુભૂતિ ગ્રંથોમાંથી પ્રાપ્ત કરી શકાતી નથી, સ્વાનુભૂતિનું યથાર્થ રહસ્ય ગુરુના સાનિધ્ય વિના સંભવ નથી. જીવનમાં ગુરુ સૂર્ય સમાન છે. જે પરમ શાંતિના માર્ગને સાત્વિક જ્ઞાનરૂપી જ્યોતિથી દેદીપ્યમાન રાખે છે. સત્યનું ગ્રહણ કરાવે અને અસત્યને છોડાવે તે ગુરુ. આ શબ્દમાંજ એક મોટાઈ, સાર્થકતા છુપાયેલી છે, એને જીવનમાં કેમ સ્થિર કરવી એ ઘણું મુશ્કિલ છે પણ અશક્ય નથી.

અન્ય સમાચારો પણ છે...