તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પાટણ બિજ કેન્દ્રમાંથી ચોરાયેલી તિજોરી ખુલ્લા મેદાનમાંથી મળી

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચોર તિજોરીમાંથી રૂ. 5 હજાર લઈ ગયા, કાગળો ત્યાં જ ફેંકી દીધા
 • પોલીસે 25 કિલો વજન ધરાવતી તિજોરી કબજે લઈ તપાસ હાથ ધરી

પાટણ શહેરમાં બિયારણની દુકાનમાંથી તસ્કરો ઉઠાવી ગયેલ તિજોરી તૂટેલી હાલતમાં બીલો અને કાગળો સાથે ખુલ્લા મેદાનમાંથી મળી આવી હતી. પોલીસને આ બાબતે જાણ થતા તિજોરી જપ્ત કરી હતી.શહેરના ચતુર્ભુજ બાગ પાસે કુણઘેર ખાતે રહેતા પટેલ પિયુષભાઈની ખેત બીજ કેન્દ્ર નામની બિયારણની દુકાનમાં મંગળવારે રાત્રે તસ્કરો દુકાનના તાળા તોડી દુકાનમાં કોઈ મુદામાલ કે અન્ય રોકડ ન હોઈ અંદર પડેલ અંદાજે 25 કિલોની તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ અંતે ન ખુલતા તેઓ અંદર મોટી રકમ હોવાની આશાએ આખી તિજોરી જ સાથે ઉપાડીને લઇ ગયા હતા. અને શહેરના શ્રીદેવ કોમ્પ્લેક્ષ પાછળ આવેલ ખાડિયા મેદાનમાં તિજોરી તોડી અંદરના 5 હજારની રોકડ લઇ કાગળો અને બીલો સહીત તિજોરી ત્યાં જ ફેંકીને રફુચક્કર થઇ ગયા હતા બુધવારે સવારે તૂટેલી તિજોરી જોવા મળતા લોકોના ટોળા એકત્ર થતા પોલીસને જાણ કરાતાં પોલીસે 25 કિલો વજનની તિજોરી કબજે લઈ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો