• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Transition In The District Increased In The Last Five Days, With The Highest Number Of 17 New Cases Reported On Monday

પાટણ કોરોના LIVE:જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં સંક્રમણ વધ્યું, આજે સૌથી વધુ નવા  24 કેસ નોંધાયા

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે માસ્ક વગરના લોકો પાસેથી રૂ.34 હજારનો દંડ વસૂલાયો

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે મંગળવારે પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ 24 કેસ કોરોના પોઝિટિવનાં સામે આવ્યાં છે.

પાટણ જિલ્લામાં મંગળવારે આવેલાં કોરોના પોઝિટિવ કેસની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, પાટણ શહેરના તિરુપતિ નગર, કેન્સવિલા સોસાયટી, અન્નપૂર્ણા સોસાયટી લૉલીવાડી પાસે, જલારામ મંદિર પાછળ,સુયૅનગર, સુભાષ ચોક રોડ, રાજ લક્ષ્મી સોસાયટી 7 કેસ, સહિત ધારપુર ગામમાં 3, ધારપુર મેડિકલ કેમ્પસમાં 1, સિદ્ધપુર શહેરની પુષ્પ વાટિકા હાઈવે રોડ, શેઠની પોળ,કાઝી ખાનપુરા, ગ્રીનપાર્ક સોસાયટી મળી 4, જ્યારે તાલુકાના ચંદ્રાવતી અને આંકવી મળી 2 કેસ, જ્યારે ચાણસ્મા તાલુકાના સેવાળા અને છમીછા 2 કેસ તો પલાસરમા 2 કેસ, જ્યારે શંખેશ્વર ના પ્લોટ વાસ માં 2 કેસ મળી જિલ્લામાં કુલ 24 કેસો કોરોના પોઝિટિવ પ્રકાશમાં આવવા પામ્યા છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ પોઝિટિવ 10 હજાર 739 કેસો નોંધાયા છે. જ્યારે કોરોના સેમ્પલ પેન્ડીગ 1761 કેસો, જિલ્લામાં હાલમાં 76 એક્ટિવ કેસો છે. તો જિલ્લામાં કુલ કોરોનાનાં કારણે 109 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 578868 લોકો નાં સેમ્પલ લેવાયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

માસ્ક વગરના લોકો પાસેથી રૂ.34 હજારનો દંડ વસૂલાયો

કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ માસ્ક એ કોરોના વાયરસના સંક્રમણથી બચવાનો અસરકારક ઉપાય છે અને જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ માસ્ક ફરજીયાત છે ત્યારે પાટણ પ્રાંત કચેરી, આર.ટી.ઓ. કચેરી અને એસ.ટી. વિભાગ દ્વારા માસ્ક પહેરવાની અપીલ સાથે અવેરનેસ ડ્રાઈવ યોજી તો પોલીસ વિભાગે દંડ વસૂલ કર્યો.

મદદનીશ કલેક્ટર સચિનકુમારના માર્ગદર્શન અને એ.આર.ટી.ઓ. એસ.કે.ગામીતના નેતૃત્વ હેઠળ પ્રાંત કચેરી તથા સહાયક પ્રાદેશિક કચેરી દ્વારા માસ્ક અવેરનેસ ડ્રાઈવ યોજાઈ હતી. શહેરના ટી.બી.ત્રણ રસ્તાથી બગવાડા દરવાજા સુધી માસ્ક અવેરનેસ ડ્રાઈવ અંતર્ગત લોકોને માસ્ક પહેરવા અંગે સમજૂતિ આપવામાં આવી. સાથે સાથે માસ્ક વગર ફરતા લોકો, દુકાનદારો તથા ફેરીયાઓને માસ્કનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું.

એસ.ટી. વિભાગ દ્વારા પાટણ એસ.ટી.ડેપો ખાતે પેસેન્જર્સમાં ખાસ કરીને બસ પરિવહન સેવાનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે સમજૂત કરવા સાથે માસ્કનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું. તો 4 વિદ્યાર્થીઓ પાસેથી ટોકનરૂપે રૂ.50 લેખે કુલ રૂ.200નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સાથે જ પોલીસ વિભાગ દ્વારા માસ્કના ફરજીયાત ઉપયોગ અંગેના જાહેરનામાના ભંગ બદલ તા.10 જાન્યુઆરીના રોજ જિલ્લામાં 34 લોકો પાસેથી કુલ રૂ.34 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પોલસ વિભાગ દ્વારા માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જનજાગૃતિ ઉપરાંત વિવિધ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા દ્વારા સરપંચઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યઓ સાથે ટેલિકોન્ફરન્સ યોજી ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ સંક્રમણને અટકાવવા જરૂરી પગલા લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...