ફરિયાદ:સાંતલપુરના સીધાડા પ્રાથમિક શાળાની દીવાલને ટ્રેલર અથડાયું

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના શિક્ષકે ફરાર ચાલક સામે ફરિયાદ નોંધાવી

સાંતલપુર તાલુકાના સીધાડા ગામે પ્રાથમિક શાળાની દીવાલને ટ્રેલર અથડાયું હતું. પ્રાથમિક શાળાની દીવાલ નુકશાન પહોંચાડતા શાળાના શિક્ષકે સાંતલપુર પોલીસ સ્ટેશને ફરાર ટ્રેલરચાલક વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી

સાંતલપુર તાલુકાના સીધાંડા ગામ નજીક ટ્રેલર નં.RJ 14 GD 4034 ના ચાલકે ગફલતભરી રીતે ટ્રેલર ચલાવી પ્રાથમિક શાળાની દીવાલને અથડાતાં દીવાલને નુકશાન થયું હતું. ચાલક ટ્રેલર મૂકી ફરાર થઇ જવા પામ્યો હતો. સર્જાયેલ અકસ્માતમાં પ્રાથમિક શાળાની દીવાલને નુકશાન પહોંચાડી નુકશાન ભરપાઈ નહિ કરતા શાળાના મુખ્ય શિક્ષક દ્વારા સાંતલપુર પોલીસ મથકે ટ્રેલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...