ફૂટવેરના વેપારીઓનો વિરોધ:પાટણ શહેરના વેપારીઓએ ફૂટવેરમાં થયેલા જીએસટીના વધારાને લઈ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે જીએસટી વધારી 5 ટકામાંથી 12 ટકા કરી દેતાં વેપારીઓએ દુકાનો બંધ રાખી
  • ફુટવેર એસોસિએશન દ્વારા ફરીથી 5 ટકા જીએસટી રાખવામાં આવે તેવી માંગ

પાટણ જિલ્લાના ફુટવેર એસોસિએશન દ્વારા 12 ટકા જી.એસ.ટીને બદલે 5 ટકા જી.એસ.ટી કરવા સરકારના નિર્ણયના વિરોધમાં આજે મંગળવારે પોતાની ફૂટવેરની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

પાટણ ફુટવેર એસોસિએશન દ્વારા જુનો 5 ટકા જીએસટી યથાવત રાખવા અને નવા 12 ટકા જીએસટીનો અમલ ના કરવાના વિરોધમાં શહેરની તમામ ફૂટવેર દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવાયો હતો.

કોરોના મહામારી બાદ આજદિન સુધી વેપારીભાઈઓના ધંધા-રોજગાર મંદા પડેલા છે. તેથી અચાનક 5 ટકાની જગ્યાએ 12 ટકા જી.એસ.ટી. લગાવવો યોગ્ય ન હોવાથી આ નિર્ણયને પાટણના ફૂટવેરના વેપારી વિપુલભાઇ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...