ધાર્મિક કાર્યક્રમ:પાટણના ઝૂલેલાલ મંદિર ખાતે શ્રી હિંગળાજ માતાજીની મૂર્તિનો ત્રીજો પાટોત્સવ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકોએ ઉપસ્થિત રહી દર્શન પૂજનનો લાભ લીધો નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું

પાટણમાં ચાચરીયા ચોકમાં આવેલા શ્રી હિંગળાજ માતાજીની મૂર્તિનો ત્રીજો પાટોત્સવ યોજાયો હતો. જેમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના આગેવાનો દ્વારા નવચંડી યજ્ઞ, મહાઆરતી, નવચંડી યજ્ઞ પૂર્ણાહૂતિ તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે સમગ્ર પ્રસંગનું આયોજન પ્રમુખ દિનેશકુમાર જે. નારવાણી, મંત્રી જગદીશકુમાર એન. બચાણી તથા જય ઝૂલેલાલ રાસ મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

પાટણ શહેરના ચાચરિયા ચોકમાં આવેલા ઝૂલેલાલ મંદિર ખાતે સ્થાપિત હિંગળાજ માતાજી મૂર્તિનો ત્રીજો પાટોત્સવ નિમીતે હવન યોજાયો હતો. જેમાં યજમાનોએ હવનમાં બેસવાનો લ્હાવો લીધો હતો. સમગ્ર સિંધી સમાજના પરિવારજનોએ આ નવચંડી યજ્ઞના દર્શનનો લાભ લીધી હતો. મંદિર પરિસર બહાર વહેલી સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો અને બપોરે 12:39 કલાકે ઝૂલેલાલ મંદિરે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

તેમજ મહાઆરતી પણ કરવામાં આવ્યાં અને ત્યારબાદ સમગ્ર સિંધી સમાજના પરિવારજનોએ ભોજન પ્રસાદ સાથે લઈને આ દિવ્ય પ્રસંગ ને સુપેરે ઉજવ્યો હતો.

મંદિર પરિસરમાં નવ કન્યાનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો તેમજ સમગ્ર સિંધી સમાજ આ પ્રસંગે ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગને ઉજાગર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...