તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:પાટણ શહેરના તિરૂપતિ માર્કેટમાંથી ચોર સીસીટીવી કેમેરા જ ચોરી ગયો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે રાત્રે એક્ટિવા લઈ ચોર ત્રાટક્યા, લાઈટ પણ ઉઠાવી
  • મોબાઈલની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોર કેદ, પોલીસે તપાસ હાથ ધરી

પાટણ શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં આવેલ તિરૂપતિ માર્કેટમાં રાત્રીના સમયે અવાર નવાર ચોરીના બનાવ બની રહ્યા છે. બે દિવસ અગાઉ માર્કેટમાં આવેલ મંદિરમાંથી વસ્તુઓની ચોરી થઈ હતી. મંગળવારે રાત્રે માર્કેટમાં આવેલ બીજી પુજારા મોબાઈલની દુકાન બહાર 8:10 કલાકના સમયગાળા દરમિયાન બહાર લગાવેલ CCTV કેમેરો અને બે એલ.ઇ.ડી લાઈટ અજાણ્યા શખ્સે એક્ટિવા પર આવી ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો.

સમગ્ર ઘટના દુકાનની અંદર લગાવેલ સીસીટીવીમાં કેદ થઈ હતી. વહેલી સવારે વેપારી દુકાનમાં આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડતાં સીસીટીવી ચેક કરતા ઘટના બહાર આવતા આ મામલે બુધવારે પોલીસ મથકમાં ફૂટેજ સાથે કાર્યવાહી કરવા અરજી આપી હતી. તિરૂપતિ માર્કેટમાં ચોરીની ઘટનાઓ વધતાં પેટ્રોલિંગ વધારવા વેપારીઓની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...