તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવાર સાથે મિલન:181ની ટીમે વીજ થાંભલાનું કામ કરતી ગેંગ સાથે બંગાળીમાં વાત કરાવી સરનામું શોધ્યું

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાધનપુરના ગામની મહિલા પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી હતી
  • મહિલા બંગાળી ભાષા જાણતી હોઈ શાળાની નિશાની આપતાં પરિવાર સાથે મિલન

રાધનપુર પાસેના એક ગામમાં લગ્ન કરીને રહેતી પશ્ચિમ બંગાળની મહિલાને તેના પતિ સાથે ઝઘડો થતાં ઘરેથી નીકળી ગઈ હતી. રાધનપુર રેલ્વે સ્ટેશન પાસે ફરતી હોવાથી મહિલા અભયમ 181 હેલ્પ લાઇનને જાણ થતાં ટીમ સ્થળ પર પહોંચી તેનું કાઉન્સેલિંગ કરી પરિવારની જાણકારી મેળવી તેને તેના ઘરે જઈને પરિવારને સુપરત કરી હતી. પશ્ચિમ બંગાળની મહિલાના સાતેક માસ અગાઉ રાધનપુર પાસેના એક ગામમાં લગ્ન થયાં હતા. પરંતુ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તે ઘરેથી નીકળી ગઈ હતી.

ત્રણેક દિવસથી રાધનપુરમાં તે ફરતી ફરતી રેલવે સ્ટેશન પાસે પહોંચતાં કોઈ વ્યક્તિએ પાટણ 181 હેલ્પલાઇનને કોલ કરતાં કાઉન્સેલર આરતીબેન ઠાકોર અને પોલીસ કર્મીઓ રાધનપુર પહોંચ્યા હતા. પરંતુ મહિલા માત્ર બંગાળી ભાષા જાણતી હતી અને તે ભાષામાં જ વાત કરતી હતી. એટલે નજીકમાં વીજળીના થાંભલાનું કામ કરતી ગેંગનો 181 ટીમે સંપર્ક કરી બંગાળી ભાષા જાણતા એક વ્યક્તિને તે મહિલા સાથે વાત કરાવી હતી.

જો કે મહિલાને તેની સાસરીના ગામનું નામ આવડતું ન હતું પરંતુ શાળા પાસે આવેલા થાંભલાની બાજુમાં તેનું ઘર છે માત્ર તેટલી જાણકારી હતી. તે નિશાની આધારે મહિલા અભયમ ટીમે તેના ઘર સુધી પહોંચી પરિવારનો સંપર્ક કરી કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું હતું અને મહિલાને તેના પરિવારને સુપ્રત કરી હતી .

અન્ય સમાચારો પણ છે...