તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇમાનદારી:પાટણના શિક્ષકે ATMમાંથી મળેલા રૂપિયા 10 હજાર મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શિક્ષકની ઇમાનદારી - Divya Bhaskar
શિક્ષકની ઇમાનદારી
 • રકમ મળતા મૂળ માલિક સહિત બેંકના કર્મચારીઓએ શિક્ષકની ઈમાનદારીને સરાહી સલામ કરી

આજના આ હળાહળ કળિયુગના યુગમાં પણ કેટલાક ઈમાનદાર માણસો જોવા મળી રહ્યા છે. જેમનું મન મક્કમ હોય છે. આવી જ ઘટના પાટણમાંથી સામે આવી છે. પાટણની શિશુ મંદિર સ્કૂલમાં અભ્યાસ કરાવતા શિક્ષકે પણ આ કળિયુગી સમયમાં પોતાની ઈમાનદારીના દર્શન કરાવી એટીએમમાંથી મળેલા રૂપિયા 10 હજાર મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી હતી.

પાટણ શહેરમાં રહેતા અને પારેવા સર્કલ નજીક આવેલી શિશુમંદિર શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા શૈલેષભાઈ રાવલ ગતરોજ પાટણ શહેરના આનંદ સરોવર પાસે આવેલા એક્સિસ બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા ત્યારે તેમણે એટીએમ બોક્સમાં રૂપિયા 10 હજારની રકમ પડેલી જોતા તે રકમ લઈ એક્સિસ બેંકના કર્મચારીઓનો સંપર્ક કરી રૂપિયા 10 હજારની રોકડ રકમના મૂળ માલિક કાંતિભાઈ સોલંકી હાશાપુરવાળાને બોલાવી રકમ પરત કરી માનવતા મહેકાવી હતી.

રૂપિયા 10 હજારની રકમ મળતા કાંતિભાઈ સોલંકીએ શૈલેષભાઈ રાવલનો સહૃદય આભાર વ્યક્ત કરી આવા હળાહળ કળિયુગમાં પણ માનવતા લક્ષી અભિગમ અપનાવનારા વ્યક્તિઓના કારણે દુનિયામાં ક્યાંકને ક્યાંક હજુ પણ ઈમાનદારી અંકિત હોવાના ઉદગારો વ્યક્ત કર્યા હતા. તો બેંકના કર્મચારીઓએ પણ શૈલેષભાઈ રાવલની ઈમાનદારીને સરાહનીય લેખાવી સલામ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો