તલાટીને નોટિસ:પાટણના ધારપુર સેજાનાં મહિલા તલાટીની અનિયમિતતાને લઈને તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ ફટકારી

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની રજૂઆતના પગલે કાર્યવાહી કરાઈ..

પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરમાર નરેશ મંગળભાઈ દ્વારા ધારપુર સેજાના મહિલા તલાટીની અનિયમીતતા બાબતે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે તલાટીને નોટિસ અપાઇ છે.

લ્લા વિકાસ અધિકારીને રજૂઆતના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પાટણને હકિકત જાણવા સુચના આપવામાં આવતાં તેઓએ તાત્કાલિક ધારપુર સેજાનાં આંબલીયાસણ ગ્રામ પંચાયતની મુલાકાત લેતા ફરજ પરના તલાટી નિતાબેન દેસાઈ પોતાના ફરજ સ્થળ પર હાજર મળ્યા નહોતા. જે બાબતે તાલુકા વિકાસ અધિકારી ડો.અરવિંદભાઈ પ્રજાપતિ દ્વારા મહિલા તલાટીને નોટિસ પાઠવી ખુલાસો મંગાવવામાં આવ્યો હોવાનું પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...