તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:તંત્રએ 8 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 223 ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવ્યા

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • 8 સીએસસીમાં 102 દર્દી પૈકી ૬૦ દર્દીઓને મળી રહશે

નાગરિકોને સમયસર અને સઘન સારવાર મળી રહે તે માટે જિલ્લાના 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કોવિડ-19ની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં 8 સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર વહિવટી તંત્ર દ્વારા 223 જેટલા ઓક્સિજન સિલિન્ડરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસ મહામારીને નાથવા રાત-દિવસ સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલની સ્થિતિએ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ એવા ઓક્સિજન સિલિન્ડરના સુઆયોજીત ઉપયોગ થકી 8 જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે દર્દીઓને ઓક્સિજન સાથેની સારવાર આપવામાં આવી રહી છે.

કોરોના વાયરસ સંક્રમણની આ બીજી લહેરમાં વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે, સાથે જ નવા સ્ટ્રેનથી પ્રભાવિત દર્દીઓના ફેફસા પર ખુબ ઝડપથી અસર થઈ રહી છે ત્યારે આવા દર્દીઓને ઓક્સિજન સાથેની સારવારની જરૂરિયાત ઉભી થાય છે. આ માટે જિલ્લાના સમી, કાકોશી, ચાણસ્મા, વારાહી, રાધનપુર, સરીયદ, હારીજ અને વાગડોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કુલ 223 ઓક્સિજન સિલિન્ડર્સ ફાળવવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ હસ્તકના ઉપરોક્ત આઠ ઉપરાંત લણવા, સંડેર, સાંતલપુર, જંગરાલ, શંખેશ્વર અને બિલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આમ કુલ 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે હાલ ૧૦૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ૬૦ જેટલા દર્દીઓને ઓક્સિજન સહિતની સઘન સારવાર આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો