કાર્યવાહી:ફોન પર વાત કરવા દબાણ કરી ધમકી આપનાર વારાહીના શખ્સની અટક

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અને યુવકની માતા સાથે નોકરી કરતી હોઈ વાતચીત થતી હતી, મહિલાએ ઈન્કાર કરતાં ધમકી આપી

રાધનપુરમાં વર્ષો અગાઉ સાથે અભ્યાસ કરતાં યુવક-યુવતી વચ્ચે થયેલ મિત્રતા બાદ યુવાન અવાર નવાર તેણીને ફોન કરતો હોઈ મહિલાએ ફોન કરવાની ના પાડવા છતાં ફોન ઉપર વાત કરવા દબાણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ફોન સાથે ઝડપ્યો હતો.

રાધનપુરની મહિલા જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે વારાહીના સોલંકી રોહિત રસીકલાલ સાથે પરીચય થયો હતો. હાલમાં આ મહિલા પરિણિત છે અને વારાહી મહિલા સંસ્થામાં નોકરી કરતા હતા જેમાં યુવાનની માતા પણ નોકરી કરતા હોઈ બન્ને વચ્ચે અવાર-નવાર વાતો થતી હતી. પરંતુ તે પછી મહિલાએ વાત કરવાનું બંધ કરી દીધું હતું પણ રોહિત અવાર નવાર ફોન કરીને વાત કરવા દબાણ કરતાં મહિલાએ ઈન્કાર કરી દીધો હતો. હાલમાં આ મહિલા ખાનગી બેન્કમાં નોકરી કરે છે ત્યારે બુધવારે રોહિતે ત્યાં જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે મહિલાએ રાધનપુર પોલીસ મથકે શખ્સ સોલંકી રોહિતભાઇ રસિકભાઇ રહે.વારાહી સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે આરોપીને ઝડપી પાડીને મોબાઇલ ફોન જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું તપાસ અધિકારી એએલઆર ભીખુદાન હેમતજી જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...