તારા વિના શ્યામ મને એકલડું લાગે:પાટણની સંકલ્પ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં વિધાર્થીઓ ગરબાની રમઝટ બોલાવી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ દિવસોમાં ખેલૈયાઓ મનભરીનેને મા ગરબે ઘુમી ને માં અંબાની આરાધના કરતા હોય છે ત્યારે પાટણ વેરાઇ ચકલા સ્થિત સંકલ્પ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ માં વિધાર્થીઓ નર્સિંગ નો અભ્યાસ કરે છે. આ સંસ્થા ના ડાયરેક્ટર પરેશ લિમ્બાચિયા દ્વારા નવરાત્રી માં વિધાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણ વિધાનસભા ના બક્ષીપંચ મોરચાના સંયોજક મંગાજી પી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

સાથે સાથે આજનાં પાવન દિવસે મંગાજી નો જન્મ દિવસ હોવાથી સંકલ્પ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમા માં અંબાની આરતી ઉતારી વિધાર્થીઓ સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી અને ત્યારબાદ આ ગરબા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકા સદસ્ય જેતાજી ઠાકોર શૈલેષભાઈ નાયી પત્રકાર વામૈયા,ડૉ.કોમલ રામી,વિરલ ઠક્કર, ધાર્મિક મહેતા,અજમલજી, નાગજીભાઈ, રાહુલભાઈ,મનીષ નાયી તથા દિપ જોષી ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આ કાર્યક્રમ માં વિધાર્થીઓ મનભરીને ગરબે ઘુમ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...