તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષાનો પ્રારંભ:કોરોનામાં લખવાની આદત છુટતાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમય ખૂટ્યો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વિરોધ થવાને પગલે યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. - Divya Bhaskar
વિરોધ થવાને પગલે યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
 • સોમવારથી ઉત્તર ગુજરાતના 92 સેન્ટર પર 15 હજાર વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ
 • વિરોધ થવાના પગલે યુનિવર્સિટીમાં પોલીસ કાફલો ખડકાયો, સમય ખુટતાં વિદ્યાર્થીઓના ચહેરા પર નિરાશા છવાઈ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓક્ટો ડિસેમ્બરની બી.કોમ સેમ 5 સહિતના અભ્યાસક્રમની ઉ.ગુ માં કુલ 92 સેન્ટરો પર 15 હજાર છાત્રોની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ સોમવારે કરાયો હતો. છેલ્લા દસ મહિના બાદ છાત્રોને ઓફલાઈન પરીક્ષામાં હાથથી લખવાનું થતાં ઝડપ ન આવતા મોટા ભાગે છાત્રોને પરીક્ષામાં સમય ખુટ્યો હતો. ઓનલાઇનની પરીક્ષાની આશામાં ઓફલાઈનની તૈયારી જ ન કરી હોય તેવા છાત્રોમાં ભારે નિરાશા જોવા મળી હતી. અને સોશ્યલ મીડિયામાં યુનિવર્સિટી અને ઇસી સભ્યોના કોમેડી સ્ટેટસ રાખી દુઃખ વ્યક્ત કર્યા હતા. કેટલાક છાત્રોએ કુલપતિને ફોન કરી તેમની વેદના વ્યક્ત કરી હતી. છાત્રોના વિરોધના ડરથી દિવસભર યુનિવર્સિટીમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. તપાસ બાદ જ પ્રવેશ અપાતો હતો.

નાગલપુર કોલેજમાં છાત્રોએ સામાજિક અંતર સાથે પરીક્ષા આપી હતી.
નાગલપુર કોલેજમાં છાત્રોએ સામાજિક અંતર સાથે પરીક્ષા આપી હતી.

લખાણ લખવામાં વિદ્યાર્થીઓને સમય ખૂટ્યો
પરીક્ષામાં 2 કલાકનો સમય જ આપવામાં આવ્યો હતો. અને 4 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો લખવાના ફરજીયાત હતા. ત્યારે લખાણની આદત છૂટી ગઈ હોઈ મોટા ભાગે છાત્રોને 3 પ્રશ્નો લખવાંમાં જ સમય ખૂટ્યો હતો. અને કોઈને એક તો કોઈને અડધો પ્રશ્ન છૂટી ગયો હોવાનું છાત્રો બહાર આવતા નિરાશા સાથે જણાવતા જોવા મળ્યા હતા.

યુનિવર્સિટી પોલીસ છાવણીમાં ફેરવાઈ
એબીવીપી સહીત છાત્રો વિરોધ કરવા આવવાની આશંકાને પગલે પોલીસને જાણ કરતા પીઆઇ સહીત 3 પોલીસવાન, 2 ડબ્બા અને 80 જેટલા પોલીસકર્મીઓ સવારથી જ મુખ્ય ગેટ અડધો બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. પુછપરછ બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો