પ્રતિમાનું અનાવરણ:પાટણમાં સંત સદારામ બાપુની પ્રતિમાનું સી.આર પાટીલના હસ્તે અનાવરણ કરાયું

પાટણએક મહિનો પહેલા

પાટણ શહેરના ટી.બી. ત્રણ રસ્તા પર સદારામ બાપાની પ્રતીમાનું અનાવરણ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરના ટી બી ત્રણ રસ્તા પર સદારામ બાપાની પ્રતીમાનું અનાવરણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામા આવ્યું હતું. ત્યારબાદ મહેમાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ટીબી ત્રણ રસ્તાનું અને ઓવરબ્રિજનું નામ સંતસદારામ બ્રિજ આપવામાં આવ્યું હતું. જેમાં દાસબાપુ ટોટાણા ધામ અને દોલતરામબાપુએ આશીર્વચન આપ્યા હતા. સંત સદારામ બાપાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં સાધુ, સંતો, ભકતો, રાજકીય, સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપમાં ટિકિટ માગવી એ કાર્યકરોનો અધિકાર છે તેમાં કોઈ જૂથવાદ નહીં: પાટીલ
પાટણમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વિધાનસભાની ટિકિટ માટે ચાલી રહેલ સેન્સ પ્રક્રિયામાં ભાજપના એકથી વધુ ઉમેદવારો ટિકિટ માટે દાવેદારી નોંધાઈ રહ્યા હોય તે મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે વર્ષોથી પક્ષમાં કામ કરતા કાર્યકરો અને નેતાઓને ટિકિટ માગવાનો અધિકાર છે, તેને જૂથવાદ રીતે જોવો જોઈએ નહીં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ હજારો લોકોએ દાવેદારી નોંધાવી હતી પરંતુ 9000 લોકોને ટિકિટ આપી શક્યા હતા જેમાંથી 8000 લોકો જીત્યા હતા.

આમ, ભાજપ પક્ષમાં ટિકિટને લઈ કોઈ જૂથવાદ નથી. તો ભાજપના કદાવાર નેતા ગણાતા જય નારાયણ વ્યાસએ રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે કરેલ બેઠક અનુસંધાને પણ તેમણે જણાવ્યું હતું કે એક શુભેચ્છા મુલાકાત છે એ ગતરોજ અમારી સાથે પણ બેઠા હતા. તેમાં કોઈ રાજકીય બાબત નથી. તેમજ સદારામ બાપાની પ્રતિમા અનુસંધાને જણાવ્યું હતું કે બાપાની પ્રતિમા દ્વારા તેમના કામોની સુવાસ સમાજમાં હંમેશા જીવંત રહેશે. અને લોકો આ પ્રતિમાને નમન કરી તેમના જીવનમાંથી સદાય પ્રેરણા મેળવતા રહેશે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, મહાન સંત શિરોમણી સદારામ બાપાના નામે છાત્રાલયનું નામકરણ કરાયું છે અને આજે તેમની પ્રતિમાનું અનાવરણ કરાયું છે ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સદારામ યુનિવર્સિટી પણ બનવી જોઈએ તેવી તેમણે સમાજને હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...