ચૂંટણી:આજથી જિલ્લામાં 13 સ્થળે ચૂંટણીની સ્ટેટીક સર્વેલન્સ ટીમો ચેકિંગ શરૂ કરશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આચારસંહિતાનો ભંગ થતો હોઇ તેવું ચૂંટણી સાહિત્ય રોકડ રકમ ગીફ્ટ દારૂ, હથિયાર જેવી ચીજ વસ્તુઓની હેરાફરી થતી હશે તો જપ્ત કરાશે
  • ​​​​​​​આજથી​​​​​​​ વિધાનસભાની 4 બેઠકો માટે ફોર્મ ભરવાનો પ્રારંભ

આજથી બીજા તબક્કાની વિધાનસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાવવાનો પ્રારંભ થશે ત્યારે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય અને મતદારોને પ્રલોભન આપવા માટે રોકડ ગિફ્ટ સહિતની ચીજવસ્તુઓ તેમજ દારૂ હથિયારો જેવી ગેરકાયદેસર વસ્તુઓ ની હેરાફેરી ન થાય તે માટે ગુરૂવારથી પાટણ જિલ્લાના 13 સ્થળો પર સ્ટેટિક સર્વિલન્સ ટીમો કાર્યરત થઇને વાહન ચેકિંગ કરશે.

જિલ્લાની સિદ્ધપુર, પાટણ, ચાણસ્મા અને રાધનપુર વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ગુરુવાર થી ઉમેદવારી પત્ર ભરાવવાનો પ્રારંભ થશે. ત્યાર ગુરુવારથી જ 24 કલાક રસ્તા પર સ્ટેટિક સર્વિલન્સ ટીમો કાર્યરત થઈ જશે ટીમો શિફ્ટ વાઇઝ કામ કરી શકે તે માટે સ્કેટિક સર્વેલન્સની 39 ટીમોની રચના કરાઇ છે.આંતર જિલ્લાની સરહદો પર આ ટીમો કાર્યરત રહીને વાહન ચેકિંગ કરશે જેમાં ચૂંટણી આચારસંહિતા ભંગ થતો હોય તેવું સાહિત્ય મતદારોને આપવા માટે રોકડ રકમ ગિફ્ટ કે દારૂ હથિયારો ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી થતી હશે તો તેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાશે.

ટીમ જિલ્લા ચૂંટણી અધિકારીના નિયંત્રણ નીચે કામગીરી કરશે
આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલે જણાવ્યું કે આ સ્ટેટીક સર્વેલન્સ ટીમો જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંઘ ગુલાટીના નિયંત્રણ નીચે કામગીરી કરશે. આ ટીમોમાં સાથે પોલીસ પણ સામેલ રહેશે. ત્રણ શીફટમાં 39 ટીમો કામ કરશે. વીડિયોગ્રાફી પણ થશે આ સિવાય 13 સ્થળોએ પોલીસ ચેકપોસ્ટ પણ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...